48 વર્ષની ઉંમરે પણ બોલિવૂડની છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરાનો જલવો કાયમ છે. આજે પણ મલાઇકા અરોરા જ્યારે એકદમ બની ઠનીને એટલે કે તૈયાર થઇને બહાર નીકળે ત્યારે ચાહકો તેના પર ફિદા થઇ જતા હોય છે. એવામાં એકવાર ફરી મલાઇકા અરોરાને મુંબઇમાં થયેલ દાદા સાહેબ ફાળકે એક્સીલેંસ એવોર્ડ્સ 2022માં જોવામાં આવી.
મોટાભાગે વેસ્ટર્ન લૂકમાં જોવા મળતી મલાઈકાએ દેશી લુક અપનાવ્યો હતો. મલાઈકા અરોરા ખૂબ જ સુંદર સફેદ સાડી પહેરીને એવોર્ડ શોમાં પહોંચી હતી. તેણે આ સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો.તેણે વ્હાઇટ પર્લ ઇયરિંગ્સ અને હેવી મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણે તેના વાળ બનમાં કેરી કર્યા હતા અને તેના હાથમાં સિલ્વર પર્સ પણ હતું.
મલાઈકા અરોરાના આ લુકને જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ ધડકવાનું બંધ થઇ ગયુ હતુ. તેની વેસ્ટર્ન સ્ટાઇલને વારંવાર ટ્રોલ કરનારા યુઝર્સ પણ તેની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.આ દરમિયાન મલાઈકા અરોરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ મલાઈકાના વખાણ કરતાં થાકતા નથી.
મલાઈકા અરોરાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધું હતું. એકે લખ્યું- ખૂબ ફાઉન્ડેશન પણ સાડી સારી હતી. બીજાએ કહ્યું – આટલો મેકઅપ. એકે કહ્યું- અરે, એના ચહેરાનો રંગ અલગ છે અને શરીરનો રંગ કંઈક અલગ છે. એકે લખ્યું – આ વખતે તેનો ચહેરો થોડો અલગ દેખાઈ રહ્યો છે. એકે કોમેન્ટ કરી અને લખ્યું- તેનો ચહેરો જોઈને લાગે છે કે તેણે ફરીથી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જો કે, ઘણા લોકોએ મલાઈકાના લુકના વખાણ પણ કર્યા હતા. એકે લખ્યું – તે ખરેખર સુંદર લાગે છે.
એકે કહ્યું- આટલી ઉંમરે વ્યક્તિ કેવી રીતે ફિટ દેખાઈ શકે છે. એકે કહ્યું – તે 21ની હોય તેવી લાગે છે. બીજા એકે કહ્યું – સાડીનો એક અલગ જ ચાર્મ છે. અન્ય એકે કહ્યું- આજે ખરેખર સારું લાગી રહી છે. એકે લખ્યું- તે દિવસેને દિવસે હોટ થઈ રહી છે. આ દરમિયાન મલાઈકા અરોરાને ઈવેન્ટમાં અર્જુન કપૂરની આગામી ફિલ્મ ‘એક વિલન 2’માં તેના અભિનય અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. અર્જુન કપૂરના અભિનય વિશે વાત કરતા મલાઈકાએ કહ્યું, “તે ખૂબ જ તેજસ્વી છે.”
View this post on Instagram
મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આ ઉંમરે પણ તેની સુંદરતા, ફિટનેસ અને હોટનેસમાં કોઈ કમી નથી આવી. આ જ કારણ છે કે આજે પણ તેના લાખો ચાહકો છે. તાજેતરમાં જ તે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તેના જન્મદિવસની ઉજવણી કરવા લવ ઓફ સિટી પેરિસ ગઈ હતી. ત્યાંથી બંનેએ સોશિયલ મીડિયા પર ઘણી સુંદર તસવીરો પણ શેર કરી છે. મલાઈકા અર્જુન સાથેના તેના અફેરને લઈને ઘણા વર્ષોથી હેડલાઈન્સમાં રહે છે.