મુંબઇમાં તાપમાન વધારવા ખૂબ જ હોટ ટોપ પહેરી ઘરની બહાર નીકળી મલાઇકા, દરેક વ્યક્તિ જોતી રહી ગઇ ડ્રેસ

વરસાદની સિઝનમાં અર્જુન કપૂરની ૪૭ વર્ષની પ્રેમિકાએ પહેર્યું ગજબનું ટોપ, લોકો ઘુરી ઘૂરીને જોતા રહી ગયા

બોલિવુડ અભનેત્રી મલાઇકા અરોરાને હાલમાં જ મુંબઇમાં ખૂબ જ શાનદાર અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મલાઇકાની ખૂબ જ ખાસ તસવીરો હાજર પેપરાજીએ ક્લિક કરી હતી.

મલાઇકા અરોરાએ ફરી એકવાર તેના હોટ ફેશન સેંસથી વરસાદની સિઝન વચ્ચે પણ ટેંપરેચરને વધારતી જોવા મળી. એવામાં લોકોની તો તેના પરથી નજર જ હટી રહી ન હતી. આ હસીનાને તેના ઘરની બિલ્ડિંગ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ બાલા હંમેશા કેમેરા સામે પોલાઇટ ફેસ અને તેના ગ્લેમરસ લુકને કોન્ફિડેંટલી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મલાઇકા આ દરમિયાન ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. તેની ડ્રેસની ચર્ચા તો સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહી છે. તસવીરોમાં જોઇ શકાય છે કે, મલાઇકાએ ડેનિમ જીન્સ સાથે વ્હાઇટ રંગનું ટોપ મેચ કર્યુ છે. આ સાથે તેણે વ્હાઇટ કલરના સ્લાઇડર્સ કેરી કર્યા છે.

વ્હાઇટ ઓફ શોલ્ડર વાળા ક્રોપ ટોપમાં મલાઇકાઇને જોઇને તો ચાહકોની આંખો તેના પર જ અટકી ગઇ હતી. તે આ દરમિયાન ટોપમાં ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી હતી.

મલાઇકાઇનુ આ Dee By Gabriella નું ALANA ટોપ  જોવામાં ઘણુ મોંધુ લાગી રહ્યુ હતુ પરંતુ આ ટોપની કિંમત બિલકુલ બજેટ ફ્રેંડલી હતી. ઓફિશિયલ વેબસાઇટ પર જાણકારી અનુસાર આ ટોપની કિંમત 4000 રૂપિયા છે.

સામાન્ય રીતે તો મલાઇકાને સ્કિની જીન્સમાં સ્પોટ કરવામાં આવે છે. જો કે, આ વખતે હસીનાને મોમ જીન્સ સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ જીન્સમાં તે હાઇ રાઇઝ વેસ્ટલાઇન, સ્ટ્રેટ લેગ્સ અને રિલેક્સ્ડ ફિટ લાગે છે.

મલાઇકાએ તેની જીન્સને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે નીચેથી થોડુ વાળ્યુ હતુ. તેણે ગળામાં ગોલ્ડ ચેન નેકપીસ પહેર્યુ હતુ. વાળને પોની ટાઇ કર્યા હતા અને તે મેકઅપ ફ્રી જોવા મળી હતી. મલાઇકા કોરોનાને કારણે સેફ્ટી માટે માસ્ક પણ પહેર્યુ હતુ.

તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina