બોલીવુડની ડાન્સર અને અભિનેત્રી એવી મલાઈકા અરોરા એવી લિસ્ટમાં નામના ધરાવે છે કે તે ફિલ્મોમાં સક્રિય ન હોવા છતાં પણ લાઇમલાઇટમાં આવી જાય છે. પતિથી છૂટાછેડા લીધા પછી પણ મલાઈકા પોતાનું જીવન ખુબ જ સુંદર રીતે માણી રહી છે. મલાઈકા પોતાની ફેશન અને સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.મલાઈકા પાર્ટી કે ઇવેન્ટમાં હંમેશા એકથી એક શાનદાર લુકમાં સ્પોટ થાય છે. તેની દરેક સ્ટાઇલ પર ચાહકો ફિદા થઇ જાય છે.
View this post on Instagram
મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ જાય છે અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. મલાઈકાનો જિમ લુક અને એરપોર્ટ લુક હંમેશા લોકોને લુભાવનારો હોય છે. મીડિયાના કેમેરા હંમેશા તેની સુંદર તસવીરો લેવા માટે આતુર રહે છે. મલાઈકાને અવાર નવાર જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે અને તેની ઘણી તસવીરો મીડિયાના કેમેરામાં કૈપ્ચર પણ થાય છે. મલાઈકા મીડિયા સામે સુંદર સુંદર પોઝ પણ આપે છે.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી મલાઈકાનો એરપોર્ટ પરનો લુક વાયરલ થયો છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. મલાઈકાને મુંબઈ એરપોર્ટની બહાર સ્પોટ કરવામાં આવી હતી, આ સમયે તેણે બ્લેક જીન્સ, ગ્રે ટીશર્ટ અને હાઈ નેક ઓવરસાઇઝડ જેકેટ પહેરી રાખ્યું હતું. આ લુક સાથે મલાઈકાએ બ્લેક બૂટ્સ પણ પહેરી રાખ્યા હતા અને ચેહરા પર માસ્ક પણ પહેરી રાખ્યું હતું. ઉનાળાની ભીષણ ગરમીમાં મલાઇકાને આવા કપડામાં જોઈને લોકો હેરાન રહી ગયા છે અને કહી રહ્યા હતા કે આવી ગરમીમાં આવા કપડાં શા માટે પહેરે છે!
View this post on Instagram
મલાઈકાનો આ લુક ચાહકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,’મલાઈકા ભૂલી ગઈ છે કે તે મુંબઈમાં છે’ અન્ય એકે લખ્યું કે,”અહીં ગરમી વાળી ઠંડી છે”.જ્યારે અન્ય એક યુઝરે તેને ટ્રોલ કરતા લખ્યું કે,”આ માત્ર શો ઓફ છે બીજું કઈ નથી’.મલાઈકા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જ જોવા મળે છે. જો કે બંને ક્યારે લગ્ન કરશે તેનો ખુલાસો કર્યો નથી.
જુઓ વીડિયો…
View this post on Instagram