જિમ વાળા કપડામાં આજે મલાઈકા અરોરા દેખાઈ ખુબ જ ઉદાસ, કારણ પણ હતું ખુબ જ ખાસ

મલાઈકા ભાભીના ફેસ પર ટેંશન દેખાતા ફેન્સને પણ નવાઈ લાગી, જુઓ 7 PHOTOS

મલાઈકા અરોરા બોલીવુડની એ અભિનેત્રીઓમાં છે જે તેના ફેશન સેન્સ ઉપરાંત તેના સ્પોર્ટી લુક માટે પણ ખુબ જ જાણીતી છે. તે જિમ અને યોગા ક્લાસમાં જતા ઘણીવાર સ્પોટ થતી હોય છે અને ફોટોગ્રાફરને મનભરીને પોઝ પણ આપતી હોય છે, પરંતુ હાલમાં સામે આવેલી તસ્વીરોમાં કંઈક જુદું જ જોવા મળ્યું.

હાલમાં સામે આવેલી મલાઈકાની તસવીરોમાં તે મોર્નિંગ વૉક દરમિયાન સ્પોટ થઇ હતી, આ દરમિયાન તેનો સ્પોર્ટી લુક પણ જોવા મળ્યો, પરંતુ હંમેશાની જેમ ખુશ મિજાજ રહેતો મલાઈકાનો એ ચહેરો જોવા ના મળ્યો, કારણ કે સામે આવેલી તસ્વીરોમાં મલાઈકા ઉદાસ દેખાઈ રહી હતી.

મલાઈકા સોમવારના રોજ તેના દીકરા સાથે મોર્નિંગ વૉક ઉપર નજર આવી હતી. તે સમયે મલાઈકાના ચહેરા ઉપર એક અજબની ઉદાસી જોવા મળી રહી હતી. મલાઈકાએ મંગળવારના રોજ એક પોસ્ટમાં કેટલીક વાતો પણ જણાવી હતી.

મલાઈકાએ પોતાના દીકરા અરહાનને લઈએં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેના એક નવા સફર ઉપર જવાની વાત મલાઈકાએ કરી છે. અરહાન તેના અભ્યાસને લઈએં વિદેશ જવા માટે પણ નીકળી ગયો છે.

મલાઈકાએ તેના દીકરા સાથે એક તસવીર શેર કરવાની સાથે જ લખ્યું છે, “જ્યાં આપણે બંને જ એક નવા અને ના જોયેલા સફર ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં ગભરામણ, ડર, એક્સાઇટમેન્ટ, દુરી અને નવો અનુભવ છે. હું ફક્ત એટલું જ જાણું છું કે મને તારા ઉપર ખુબ જ ગર્વ છે. આ તારી પોતાની પાંખો ફેલાવવાનો સમય છે અને તારા સપનાને જીવી લે. તને અત્યારથી જ મિસ કરીશ.”

મલાઈકાએ એરપોર્ટ ઉપરથી પણ પોતાના દીકરાની એક તસવીર શેર કરી છે જેમાં અરહાન લગાવતા જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરવાની સાથે જ મલાઈકાએ લખ્યું છે, “આવજો કહેવું ખુબ જ મુશ્કેલ હોય છે.”

Niraj Patel