મલાઇકા અરોરાનો તુર્કી વેકેશનનો સામે આવ્યો વીડિયો, ગ્લેમરસ અંદાજમાં કેફેમાં કર્યો ડાંસ- જુઓ વીડિયો

ફેમસ મોડલ અને બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે તુર્કીમાં રજાઓ મનાવી રહી છે. જ્યાંથી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, જે જોતજોતમાં જ જોરદાર વાયરલ થઈ રહી છે. મલાઈકા અરોરાનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તુર્કીની શેરીઓમાં પોતાની ગ્લેમર સ્ટાઈલ બતાવતી જોવા મળે છે. વીડિયોમાં મલાઈકા અરોરાનો લુક પણ એકદમ અલગ જોવા મળે છે.

અભિનેત્રીએ પોતે તેનો ટર્કિશ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મલાઈકાએ વીડિયો શેર કર્યો છે, તેમાં તે અલગ-અલગ લોકેશન અને અલગ અલગ લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈને કહી શકાય કે મલાઈકા અરોરા તુર્કીની સડકો પર પોતાનો ગ્લેમર લુક બતાવતી જોવા મળી રહી છે. આટલું જ નહીં તે તુર્કીની રેસ્ટોરન્ટ, બજાર અને દરિયા કિનારે પણ એન્જોય કરતી જોવા મળે છે. પોતાનો આ વીડિયો શેર કરતાં મલાઈકા અરોરાએ કેપ્શનમાં લખ્યું, ‘આ અઠવાડિયું હતું… મારા ટ્રાવેલ પાર્ટનર અને સૌથી ખાસ મિત્ર સાથે.’

વીડિયોમાં મલાઈકા બેકલે ડ્રેસમાં પણ જોવા મળી રહી છે અને તે એક રેસ્ટોરન્ટમાં બેલી ડાન્સ સ્ટેપ્સ કરતી પણ જોવા મળે છે. મલાઈકા તેના વેકેશનને ખૂબ એન્જોય કરી રહી છે. મલાઈકાની પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઇએ કે, આ પહેલા મલાઇકાનો રેડ લુક સામે આવ્યો હતો, જેને લઈને પણ તે ઘણી ચર્ચામાં રહી હતી.

તે રેડ કલરના કફ્તાનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, રેડ ડ્રેસની સાથે તેણે ઘણી બધી લાલ બંગડીઓ પણ પહેરી હતી, જે બધાનું ધ્યાન ખેંચી રહી હતી. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ચાહકોના સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.મલાઇકા તેના અંગત જીવનને લઇને પણ ઘણીવાર સો.મીડિયા પર ચર્ચામાં રહે છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

જ્યારે મલાઈકા રજાઓ માણી રહી છે, ત્યારે તેનાથી માઈલો દૂર અર્જુન કપૂર તેની લેડી લવ મલાઈકાને યાદ કરી રહ્યો છે અને તેની યાદમાં અર્જુન મોમોસ ખાઈને કામ ચલાવી રહ્યો છે. હાલમાં જ અર્જુન કપૂરે મોમોઝ ખાતી વખતે એક તસવીર શેર કરી હતી, જેના પર લોકોએ ફની કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું- મલાઈકા જીની ચટણી બનાવ્યા પછી ખાઈશ. આના જવાબમાં અર્જુન કપૂરે પણ જવાબ આપ્યો, તેણે લખ્યું- મહેરબાની કરીને તેને કહો કે તે ઘરે આવ્યા પછી મારા માટે ચટણી બનાવે, આ સમયે તે તેની સફરની મજા માણી રહી છે અને ફોટા શેર કરવામાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આનાથી સ્પષ્ટ છે કે અર્જુન મલાઈકાને ખૂબ મિસ કરી રહ્યો છે અને તે ઈચ્છે છે કે મલાઈકા જલ્દી તેની પાસે આવે.તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુન કપૂર જલ્દી જ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં જોવા મળશે, જેમાં બંને પોતાના જીવનના ઘણા રહસ્યો જાહેર કરશે. આટલું જ નહીં, મલાઈકા અને અર્જુન બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા હોવાના અહેવાલો છે. એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ ખુલાસો કર્યો હતો કે, ‘તે અર્જુન સાથે વૃદ્ધ થવા માંગે છે.’ આ નિવેદન બાદ ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina