મનોરંજન

આ વીડિયોને લીધે ઊધડી લેવાઈ ગઈ મલાઈકા અરોરા, લોકોએ કહ્યું-હાડકાનો ઢાંચો …જુઓ તમે પણ

અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની તસ્વીરો અને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે નાસ્તો કરતી દેખાઈ રહી છે.

Image Source

વીડિયોમાં તેની સામેની બાજુએ ટેબલ પર પ્લેટમાં નાસ્તો રાખેલો પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં મલાઈકા સ્વાસ્થ્ય માટેની ટિપ્સ પણ પોતાના ચાહકો સાથે શેર કરી છે.

Image Source

મોટાભાગે ગ્લેમરસ દેખાતી મલાઈકા આ વીડિયોમાં એકદમ સિમ્પલ લુકમાં દેખાઈ રહી છ. પણ તેનો આ અવતાર ચાહકોને કઈ ખાસ પસંદ આવ્યો નથી. મલાઇકાના આવા દેખાવની ખુબ આલોચના પણ કરવામાં આવી રહી છે. વીડિયોમાં મલાઈકા ખુબ જ કમજોર અને બીમાર દેખાઈ રહી છે.

Image Source

એક યુઝરે તો મલાઈકાના વિડીયો પર કમેન્ટ કરતા કહ્યું કે,”હે ભગવાન આને શું થઇ ગયું કોઈ બીમારી તો નથી ને, આટલી પાતળી કેમ દેખાઈ રહી છે, ટીબીની દર્દી તો નથી ને”.

Image Source

જ્યારે એક યુઝરે તો લખ્યું કે,”અર્જુન તમે આમાં શું જોઈ લીધું ભાઈ!” જ્યારે સલમાન ખાનનું નામ લઈને એક યુઝરે લખ્યું કે,”જો સલમાન ભાઈએ આ તસ્વીર જોઈ લીધી તો વિચારો શું થશે.” બીજા એકે લખ્યું કે,”એ વાત સાચી જ છે કે અમુક કિરદારો મેકઅપ વગર ખુબ જ ખરાબ દેખાય છે”.

Image Source

બીજા એક યુઝરે લખ્યું કે,”તમને હવે ફિલ્મો નહિ મળે. સમજી લો કે તમારી કારકિર્દી ખતમ છે હવે”. આ સિવાય અન્ય લોકોએ તેને હાડપીંજર પણ કહીં દીધું હતું.

Image Source

વાત કરીયે મલાઈકાના વર્કફ્રન્ટની તો તે રિયાલિટી શો ‘સુપરમૉડલ ઓફ ધ ઈયર’માં જજ ના સ્વરૂપે કમ કરી રહી છે. આ સિવાય મલાઈકા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.

જુઓ મલાઈકાનો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ