મનોરંજન

કોરોના કર્ફયુની વચ્ચે મોર્નિંગ વૉક ઉપર ડૉગી લઈને નીકળી મલાઈકા અરોરા, લોકો કરવા લાગ્યા ટ્રોલ, જુઓ વીડિયો

ડોગી પ્રેમી મલાઈકા અરોરા ફરી થઇ ટ્રોલ, જુઓ તસવીરો

બોલિવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા તેની ફિટ બોડીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે હંમેશા જિમ અને યોગા ક્લાસની બહાર સ્પોટ થતી હોય છે, પરંતુ હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે લાગેલા કરફ્યુના કારણે સેલેબ્રિટીઓ પણ પોતાના ઘરમાં જ છે.

આ દરમિયાન મલાઈકા અરોરા પોતાના ડૉગીને લઈને મોર્નીગ વૉક ઉપર નીકળેલો મલાઈકા અરોરાને લોકોએ ટ્રોલ કરી હતી.  મલાઈકા પોતાના ડોગ કેસ્પરને લઈને નીકળી હતી.

પરંતુ કરફ્યુની વચ્ચે મલાઈકાનું આ રીતે બહાર નીકળવું લોકોને ગળે ના ઉતર્યું. સોશિયલ મીડિયા ઉપર ઘન લોકો તેને આ વાતને લઈને જ ટ્રોલ પણ કરવા લાગી ગયા. શુક્રવારના રોજ મલાઈકા પોતાના ડોગ કેસ્પર સાથે મુંબઈના રસ્તાઓ ઉપર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેને ચહેરો માસ્કથી કવર કર્યો હતો.

મલાઈકાએ આ દરમિયાન બ્લેક ટી શર્ટ અને ટાઈટ્સ પહેર્યા હતા. તેને જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય કે તે મોર્નિંગ વૉક ઉપર આવી હતી.

ઘણા યુઝર્સ દ્વારા તેની તસવીરો ઉપર તેને ખરી ખોટી સંભળાવી. એક યુઝર્સે લાખ્યું કે, “આ શું છે ? સરકારે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે કોઈને પણ કર્ણ વગર ઘરની બહાર ના નીકળવું અને આ સેલેબ્સ…”

આ દરમિયાન મલાઈકાનો ડોગ સાથે મોર્નિંગ વૉક કરતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ડોગને લઈ મુંબઈના રસ્તા ઉપર ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)