મલાઇકા અરોરા મુંબઇના રસ્તા પર ટાઇટ ડ્રેસ અને ચંપલ પહેરેલી થઇ સ્પોટ, તસવીરોમાં જુઓ કાતિલ ફિગર

૪૭ વર્ષે પણ ફિગરમાં નંબર ૧ છે મલાઈકા…વિખરાયેલા વાળ, નો મેકઅપ લુક અને ચંપલમાં જોવા મળી મલાઇકા અરોરા, હાલત જોઇ બધાને લાશો ઝાટકો

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની તસવીરો દરરોજ ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. તેના અભિનય સિવાય, તે તેના કિલર ફિગર અને બોલ્ડ અંદાજ માટે હેડલાઇન્સમાં રહે છે.મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.

હવે તાજેતરમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો બહાર આવી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. મલાઇકા અરોરાને ઘણીવાર પેપરાજીઓ દ્વારા જીમ અને યોગા સ્ટુડિયોની બહાર સ્પોટ કરવામાં આવે છે, ફરી એકવાર મલાઇકાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને આ વખતે બધાનું ધ્યાન તેના જિમ આઉટફિટ પર ગયુ હતુ.

આ તસવીરોમાં મલાઈકા અરોરા ટાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ગ્રીન શેડ ડ્રેસમાં મલાઈકા ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ આ લુક સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેના ચહેરા પર કાળા રંગનું માસ્ક કેરી કર્યુ છે. મલાઈકાના હાથમાં બોટલ છે અને આ દરમિયાનનો તેનો લુક કિલર લાગી રહ્યો છે.

મલાઈકા અરોરા જીમની બહાર ખૂબ જ અલગ હાલતમાં જોવા મળી હતી. જો તમે તેના તસવીરો જુઓ તો તેના વાળ થોડા વિખરાયેલા છે અને તે મેકઅપ વગર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોઈને લોકો ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના લાખો ચાહકો છે, જે તેમની તસવીરો પર પ્રેમ લૂંટાવતા અને પ્રશંસા કરતા જોવા મળે છે.

જોકે, જ્યારે મલાઈકા અરોરા આગળ વધી રહી હતી, ત્યારે એક ડોગ તેની પાછળ ગયો. જ્યારે આ ડોગ મલાઈકાને અનુસરવા લાગ્યો, ત્યારે તેણે રોકાઇને તેના માથા પર હાથ ફેરવ્યો હતો. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા એક ડોગ પ્રેમી છે.

Image source

ઉલ્લેખનીય છે કે, ભલે મલાઇકા ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો જલવો કાયમ છે. મલાઇકાને તેના લુક, ડ્રેસિંગ સેંસ અને બોલ્ડનેસ માટે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કયારેક મલાઇકા અરોરા તેના ટ્રેડિશનલ લુક, કયારેક ગ્લેમરસ અંદાજ તો કયારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી રહે છે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

Shah Jina