ફિલ્મી દુનિયા

બોલીવુડના ચર્ચિત બંને પ્રેમી પંખીડા કોરોનાની ઝપટે ચડ્યા, જાણો વિગત

બૉલીવુડ કલાકારો ધીરે-ધીરે કોરોનાની ઝપેટે આવે છે. ગઈ કાલે અર્જુન કપૂરએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેને કોરોના થયો છે. તો હવે ખબર આવી રહી છે કે, એક્ટ્રેસ મલાઈકા અરોરાને પણ કોરોના થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arjun ❤ (@malaikaarjunfc) on

મલાઈકાની બહેન અમૃતા અરોરાએ પૃષ્ટિ કરી છે કે, મલાઈકા કોરોનાથી સંક્રમિત થઇ છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ અર્જુન કપૂરે ફેન્સને જાણકારી આપતા કહ્યું હતું કે, તમને બધાને જાણ કરવી મારુ કર્તવ્ય છે કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. ડોકટરો અને અધિકારીઓની સલાહ પર હું હોમ આઇસોલેશનમાં છું. હું તમને સમર્થન કરવા બાદ ધન્યવાદ આપું છું. આવનારા દિવસોમાં હું તમને સ્વાસ્થ્યને લઈને અપડેટ આપતો રહીશ. આ અસાધારણ અને અદભૂતપૂર્વં સમય છે. મને વિશ્વાસ છે કે, આપણે બધા ભેગા મળીને આ વાયરસને દૂર કરી શકીશું. બહુ જ પ્રેમ, અર્જુન.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

આ વચ્ચે હાલમાં જ ખબર આવી હતી કે, મલાઈકા અરોરાના ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના સેટ પર 7 થી 8 સભ્યોને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, આ રિયાલિટી શોને મલાઈકા અરોરા પણ જજ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amrita Arora (@amuaroraofficial) on

જણાવી દઈએ કે, મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે તેના સંબંધને સ્વીકાર્યો છે.બંને વચ્ચે ઘણૉ પ્રેમ છે. બંને સોશિયલ મીડિયા પર તેની તસ્વીર શેર કરતા રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.