મનોરંજન

મલાઈકા અરોરાએ પહેલી વાર પ્રેગ્નેન્સી પર આપ્યું નિવેદન, કહ્યું કે- તે દરમિયાન પણ હું…

મલાઈકા અરોરા આજકાલ તેના અને અર્જુન કપૂરના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. મલાઈકા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.ફિલ્મોથી દૂર થયા બાદ મલાઈકા અરોરાએ બોલીવુડમાં તેને જબરદસ્ત પહેચાન બનાવી ચુકી છે. મલાઈકા અરોરાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના ડ્રિમ વેડિંગ કેવી હશે.

મલાઈકા અરોરા હાલમાં જ નેહા ધુપિયાના શો ફિલ્ટરમાં પહોંચી હતી. આ શોમાં તેને જણાવ્યું હતું કે, પ્રેગનેંન્સીના સમયે તેને કામ કરવાનું નહોતું છોડ્યું. ડીલેવરીના 40 દિવસ બાદ કામ કર જવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે મલાઈકાએ જણાવ્યું હતું કે, મેં પ્રેગ્નેન્સી પહેલા પણ કામ કર્યું હતું. પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કર્યું હતું. ડીલેવરીના 40 દિવસ બાદ પણ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

My loves ♥️ happy Diwali 🙏

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મેં મારા બાળક માટે 40 દિવસનો ઓફ લીધો હતો. કારણકે મારી મમ્મીએ કહ્યું હતું કે, ‘નહીં તારે કામ કરવું પડશે.’ ત્યારબાદ મેં 40 દિવસ બાદ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ સિવાય મલાઇકા અરોરાએ જણાવ્યું હતું કે, કરિયરની શરૂઆતમાં મને ડાર્ક સ્ક્રીન કેટેગરીમાં રાખવામાં આવી હતી. લોક તે સમયે ડાર્ક સ્ક્રીન એન ફેયર સ્ક્રીનવચ્ચે ભેદબાવ કરતા હતા. મલાઈકા અરોરાએ તેની કરિયરની શરૂઆત એક વિડીયો જોકી તરીકે કરી હતી. આ બાદ ડાન્સના વિડીયો અને ફિલ્મોમાં નજરે આવી હતી.

મલાઈકાએ તેના લગ્નને લઈને કહ્યું હતું કે, મારા લગ્ન બીચ પર થશે અને આખા સફેદ હશે. મને લગ્નમાં બધી ચીજ સફેદ જોઈએ. હું મારા લગ્નમાં સફેદ ગાઉન પહેરીશ. બ્રાઇડ્સમેટ મારી ગર્લગેંગ હશે. મને બ્રાઈડસમેટ્સનો કોન્સેપટ વધુ પસંદ છે.

નેહા સાથે વાત કરતા મલાઈકાએ અર્જુન સાથેની વાત જણાવી હતી. મલાઈકાએ કહ્યું હતું કે, અર્જુનને લાગે છે કે, હું સારી તસ્વીર નથી ખેંચી શકતી. તમને જણાવી દઈએ કે, મલાઈકાએ અર્જુન સાથેના તેના સંબંધને સોશિયલ મીડિયામાં સ્વીકાર કર્યો હતો.