48 વર્ષની ઉંમરે એવા કપડા પહેરી પાર્ટીમાં પહોંચી મલાઇકા અરોરા કે લોકો આંખો ફાડી ફાડી જોતા રહી ગયા

બ્લેઝર સાથે બ્રા પહેરી કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પહોંચી મલાઇકા અરોરા, થઇ ટ્રોલ, યુઝર્સ બોલ્યા- ટોપ પહેરવાનું ભૂલી ગઇ

બોલિવુડની સુપર ગોર્જિયસ અભિનેત્રી મલાઇકા અરોરાની ડ્રેસિંગ સેંસની જેટલી પ્રશંસા કરીએ ટેલી ઓછી છે. ટોન્ડ ફિગરમાં મલાઈકાની બોલ્ડ સ્ટાઈલ કોઈને પણ દિવાના બનાવી શકે છે. બોલ્ડનેસની બાબતમાં મલાઈકા હજુ પણ ઘણી યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. અભિનેત્રી ગત દિવસે તેના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરની બર્થડે પાર્ટીમાં ખૂબ જ સિઝલિંગ સ્ટાઈલમાં પહોંચી હતી. ફિલ્મ નિર્માતા કરણ જોહરે 25 તારીખના રોજ તેનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ દરમિયાન ખૂબ જ ભવ્ય પાર્ટી પણ રાખવામાં આવી હતી. પાર્ટીમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ સૌથી વધુ જો લાઇમલાઇટમાં રહી હોય તો તે હતી મલાઈકા અરોરા. તેણે આ પાર્ટી માટે એવો ડ્રેસ પસંદ કર્યો હતો કે લોકોની તેના પરથી નજર જ હટી રહી ન હતી. મલાઇકાએ ચળકતા પિંક બ્રા અને ગ્રીન શોર્ટ્સ કેરી કર્યા હતા અને આ સાથે ગ્રીન બ્લેઝર પણ પહેર્યુ હતુ. મલાઇકા આ દરમિયાન તેની બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

મલાઈકા અરોરાના આ લુકમાં તેની હીલ્સ પણ ચર્ચામાં રહી હતી. તેણે તેજસ્વી ગુલાબી રંગની હીલ્સ પહેરી હતી. જેના પર લોકોનું ધ્યાન ગયુ હતું. તમને જણાવી દઈએ કે, આ પાર્ટીમાં મલાઈકા તેની બહેન અમૃતા અરોરા અને મિત્ર કરીના કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી.પરંતુ કેટલાક લોકોને મલાઈકાની બોલ્ડ સ્ટાઈલ પસંદ આવી ન હતી. મલાઈકાએ હેવી સિલ્વર નેકપીસ અને સિલ્વર ચમકદાર નેકપીસ કેરી કરીને પોતાનો લુક ખાસ બનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood City (@ibollywoodcity)

આ લુકમાં તે સુપર ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીના ચાહકો દ્વારા તેની સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ એવા ઘણા યુઝર્સ છે જેઓ મલાઈકાને તેના બોલ્ડ લુક અને ડ્રેસિંગ માટે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કપડાંની નબળી પસંદગી. અન્ય યુઝરે લખ્યું- ટોપ પહેરવાનું ભૂલી ગઇ કે શું. અન્ય યુઝરે લખ્યું- તેમને મ્યુઝિયમમાં રાખો.જણાવી દઇએ કે, મલાઈકા અરોરાએ ભૂતકાળમાં અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે એક મોટું નિવેદન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જે પછી લોકો તેના લગ્ન વિશે અટકળો કરવા લાગ્યા હતા. એવા સમાચાર છે કે આ કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાના છે. તેઓ સિંપલ રજિસ્ટર વેડિંગ કરવાના છે અને લગ્ન બાદ કપલ તેમના મિત્રોને પાર્ટી પણ આપવાના છે. જો કે, આ ખબર કેટલી સાચી છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Shah Jina