મનોરંજન

હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં ઉમટેલી ભીડ જોઈને ભડકી મલાઈકા અરોરા, કંઈક આ રીતે જાહેર કર્યો પોતાનો ગુસ્સો

દેશમાં એક તરફ કોરોનાની મહામારી ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે  ત્યારે હરિદ્વારમાં 11 વર્ષ બાદ યોજાયેલા કુંભમેળામાં પણ ઘણા જ શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ઉમટી પડ્યા છે. ત્યારે આ કુંભમેળામાં ઉમટેલી ભીડ જોઈને ઘણી હસ્તીઓએ સવાલ ઉઠાવ્યા છે.

ત્યારે હવે આમાં એક નામ મલાઈકા અરોરાનું પણ જોડાઈ ચૂક્યું છે. મલાઈકાએ કુંભમેળામાં જામેલી એક ભીડની તસ્વીર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને ખુબ જ હેરાન કરી દેનારી પ્રતિક્રિયા આપી છે. આ પોસ્ટ દ્વારા મલાઈકાએ પોતાની નિરાશા વ્યક્ત કરી છે.

કુંભમેળાની અંદર જામેલી ભીડ જોઈને મલાઈકાએ લખ્યું છે, “આ મ્હારી છે પરંતુ હેરાન કરી દેનારું છે.” મલાઈકાએ જે તસ્વીર શેર કરી છે તેની અંદર તમે જોઈ શકો છો કે નાના એવા રોડ ઉપર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે.

મલાઈકા જ નહિ બીજા અન્ય ફિલ્મી અને ટીવી સિતારાઓએ આ મહામારી વચ્ચે આટલી ભીડને લઈને પોતાની ચિંતા અને ગુસ્સો બંને જાહેર કર્યો છે. આલિયા ભટ્ટની મા સોની રાજદાને પણ આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સોની રાજદાને એક પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે, “લગભગ 1300 કોવિડ પોઝિટિવ કુંભમેળામાંથી છેલ્લા 5 દિવસમાં સામે આવ્યા. ત્રીજા શાહી સ્નાનમાં 14 લાખ લોકોએ ભાગ લીધો”

આ ઉપરાંત પણ ટીવી એક્ટર કરણ વાહીએ કુંભમાં થયેલા શાહી સ્નાનનો ફોટો શેર કરી કહ્યું હતું, 5 દિવસમાં કુંભમાં 1700 લોકો પોઝિટિવ થયા છે. કરણને આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી હતી.

તો આ બાબતે બોલિવૂડના પ્લેબેક સિંગર શાને પણ સોશિયલ મીડિયા પર લખ્યું “કુંભ મેળામાં 1700 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. અંતે ભગવાન પણ હવે આપણને કેમ બચાવે? આપણે જ પોતાને અને પરિવારનું ધ્યાન રાખવાનું છે. પ્લીઝ, પ્લીઝ ઘરમાં રહો, સુરક્ષિત રહો.”