મનોરંજન

ડોગીને હાથમાં લઈને જતી જોવા મળી મલાઈકા અરોરા, ક્લિનિકની બહાર કેમેરામાં કૈદ થઈ તસ્વીરો

7 તસ્વીરો જોઈને લોકો બોલી ઉઠ્યા, મલાઈકા ભાભીનો કૂતરો નસીબદાર છે બાકી..!!!

અભિનેતા અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ કારણને લીધે લાઇમલાઇટમાં આવી જ જાય છે. ક્યારેક અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે તો ક્યારેક પોતાની ફેશન સ્ટાઇલને લીધે મલાઈકા હંમેશા ચર્ચામાં બનેલી રહે છે.

Image Source

પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપનારી મલાઈકા મોટાભાગે પોતાના જીમ કે યોગા ક્લાસનીબહાર જોવા મળે છે. અને દરેક વખતે તેના જિમ આઉટફિટ પણ ગજબના હોય છે. મલાઈકા ઘણીવાર પોતાના ડોગી સાથે પણ રસ્તા પર જોગિંગ કરતી જોવા મળે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ એકવાર ફરીથી મલાઈકા પોતાના ક્યૂટ ડોગી સાથે બાંદ્રાના પેટ ક્લિનિકની બહાર જોવા મળી હતી. મલાઈકા પોતાના ડોગીને લઈને ક્લિનિક ગઈ હતી અને કૅમેરામાં કૈદ થઇ ગઈ. આ સમયે મલાઈકાએ પોતાના ડોગીને હાથમાં ઊંચકી રાખ્યો હતો.

Image Source

આ સમયે મલાઈકાએ બ્લેક શર્ટ અને બ્લુ શોર્ટ પહેરી રાખ્યું હતું અને સફેદ શૂઝ પહેરી રાખ્યા હતા. હંમેશાંની જેમ મલાઈકા ખુબ જ સુંદર અને ગ્લેમર લાગી રહી હતી. સુરક્ષાના નિયમોનું પાલન કરતા મલાઈકાએ માસ્ક પણ પહેરી રાખ્યું હતું. મલાઈકાએ કેમેરા સામે ડૉગીની સાથે પોઝ પણ આપ્યા હતા. જો કે આ પહેલી વાર નથી કે મલાઈકા ડોગીને લઈને બહાર નીકળી હોય.

Image Source

અમુક દિવસો પહેલા જ મલાઈકા ડોગીને લઈને મુંબઈના રસ્તાઓ પર વોક કરવા માટે નીકળી હતી. જેમાં તેણે બ્લેક ટીશર્ટ અને બ્લેક જેગિંગ્સ પહેરી રાખી હતી. મલાઈકાએ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા.

Image Source

અમુક દિસવો પહેલા મલાઈકા સૈફ અલી ખાનની આવનારી ફિલ્મની શૂટિંગ માટે ધર્મશાળા પહોંચી હતી, કેમ કે આ ફિલ્મમાં અર્જુન કપૂર પણ ખાસ કિરદારમાં જોવા મળશે. કરીના કપૂર પણ તૈમુર સાથે અહીં પહોંચી હતી.

Image Source

જણાવી દઈએ કે મલાઈકાના ડોગીનું નામ કાસપર છે. મલાઈકાએ એક ચેટ શો માં કહ્યું હતું કે મારો દીકરો હંમેશા મને કહે છે કે હું તેના કરતા વધારે કાસપરને પ્રેમ કરું છું. તેના પર મેં જવાબ આપ્યો હતો કે હું તમને બંન્નેને એક સરખો જ પ્રેમ કરું છું.