શું એરપોર્ટ પર જ બધાની સામે ઝઘડો કરવા લાગ્યા મલાઇકા અરોરા અને અરબાઝ ખાન ? જુઓ વીડિયો

બધા વચ્ચે મલાઇકા EX પતિ સાથે ઝઘડી પડી? Video થયો વાયરલ…દીકરો પણ…

અરબાઝ ખાન તેની પૂર્વ પત્ની મલાઈકા અરોરાને લઇને ઘણો હેડલાઈન્સમાં રહેતો હોય છે. જ્યાં સુધી તેઓ સાથે હતા ત્યાં સુધી લોકો તેમની જોડીના ઉદાહરણો આપતા હતા. પતિ-પત્ની તરીકે 19 વર્ષ સાથે રહ્યા બાદ બંને અલગ થઈ ગયા પરંતુ આજે પણ બંને સાથે જોવા મળે છે. ફરી એકવાર બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા અને તેમની સાથે તેમનો પુત્ર અરહાન ખાન પણ હાજર હતો.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન ભલે એકબીજાથી અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ હજુ પણ તેમના પુત્ર અરહાન માટે એક છે. બંને પોતાની લાઈફમાં ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પરંતુ જ્યારે પુત્રની વાત આવે છે ત્યારે તેઓ બંને સાથે ઉભા જોવા મળે છે. મલાઈકા અને અરબાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમના પુત્ર અરહાન ખાન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં મલાઈકા, અરબાઝ અને તેમના પુત્ર અરહાનને એક ફ્રેમમાં જોઈ શકાય છે. વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મલાઈકા અરોરા અને અરબાઝ ખાન અરહાન સાથે એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અરબાઝ અને મલાઈકા એકબીજા સાથે વાત કરતા પણ જોઈ શકાય છે.

અરહાન પણ તેના મિત્રોને મળતો જોવા મળી રહ્યો છે. થોડા જ સમયમાં આ પોસ્ટ પર લાખો લાઈક્સ આવી છે, જેના પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘તમે કેમ લડી રહ્યા છો’ જ્યારે બીજાએ લખ્યું, ‘મલાઈકા અર્જુન કરતાં અરબાઝ સાથે વધુ સારી લાગે છે’. તો અન્ય એક યુઝરે લખ્યું, ‘છૂટાછેડા પછી પણ બાળકો તેમના માતા-પિતા માટે કિંમતી ભેટ છે, જે બંને વચ્ચે જોડાણ જાળવી રાખે છે’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોરા આ દિવસોમાં બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે અને અર્જુન ઘણીવાર એકસાથે સ્પોટ થાય છે. અવાર નવાર તેઓ ડિનર ડેટ કે લંચ ડેટ પર જતા પેપરાજીના કેમેરામાં કેદ થાય છે.

Shah Jina