કરીના કપૂરે બેસ્ટ ફ્રેન્ડ મલાઇકા અને અમૃતા સાથે કરી ઇન હાઉસ પાર્ટી… જુઓ PHOTOS

35 વર્ષનો જુવાન અર્જુન સલમાનના એક્સ ભાભીની કેર કરતા નજરે આવ્યો, 7 PHOTOS જોઈને ફેન્સ ખળભળી ઉઠ્યા

બી ટાઉનના સેંસેશનલ કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાને મોડી રાત્રે મુંબઇમાં આઉટિંગ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની કેટલીક તસવીર પેપરાજીએ તેમના કેમેરામાં કેદ કરી હતી.

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે હાલમાં જ તેના ઘરે એક નાની પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં તેમની ખાસ મિત્ર મલાઇકા અરોરા અને તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેમજ તેની બહેન અમૃતા અરોરા પણ સામેલ થઇ હતી.

મલાઇકા અને અર્જુન કપૂર આ પાર્ટી માટે એકસાથે આવ્યા હતા, સોશિયલ મીડિયા પર કપલની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. આ દરમિયાન અર્જુન કપૂર મલાઇકાનું ઘણુ ધ્યાન રાખતા પણ જોવા મળી રહ્યા છે.

મલાઇકાના લુકની વાત કરીએ તો, તેણે ટોપ અને શોર્ટ્સ પહેર્યા છે, ત્યાં જ અર્જુન કપૂર પણ કેઝયુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. બંનેએ કોરોનાને ધ્યાનમાં રાખીને સેફટી માટે માસ્ક કેરી કર્યુ છે.

તમને જણાવી દઇએ કે, અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ઘણીવાર ચર્ચામાં રહે છે. તે તેમના રિલેશનને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે

અમૃતા અરોરા પણ કરીનાના ધરે પહોંચી હતી. અમૃતાને આ દરમિયાન ઘણા ખૂૂબસુરત અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે કાળા રંગના ડ્રેસમાં જોવા મળી હતી અને તેણે સફેદ રંગનું માસ્ક કેરી કર્યુ હતુ.

અમૃતા ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ તેનું સ્ટારડમ આજે પણ બરકરાર છે. આ દરમિયાન તે તેની ફેમિલી સાથે જોવા મળી હતી. આ પહેલા અમૃતાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી અને લખ્યુ હતુ કે હું 2 મહિના બાદ મારી BFFને મળી રહી છુ.

આ ઉપરાંત કરીના કપૂરે પણ પાર્ટીની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે વાયરલ થઇ ગઇ હતી. છેલ્લા 2 દાયકાથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગવી પ્રતિભા ધરાવનાર અભિનેત્રી કરીના કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે અને એ કહેવું પણ ખોટું નહીં કહેવાય કે તેના જેવું કોઈ બીજું હોઈ શકે છે.

બે બાળકોની માતા હોવા છતાં પણ કરીના ખુબ જ બિન્દાસ રીતે પોતાનું જીવન જીવે છે. હાલમાં જ તે પોતાની ખાસ મિત્ર મલાઈકા અરોરા સાથે પાર્ટી કરતી નજ઼ર આવી જેમાં તેનો ગ્લેમરસ લુક છવાઈ ગયો.

કરીનાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની બેસ્ટી મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે એક તસ્વીર શેર કરી છે. તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે કરીનાએ તેના ઘરે એક ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કર્યું હશે જેમાં તે મિત્રો સાથે સમય પસાર કરતી જોવા મળી.

ખાસ વાત તો એ છે કે કરીના કપૂર લગભગ 2 મહિના બાદ પોતાની બેસ્ટ ફેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અને અમૃતાને મળી છે. જેની જાણકારી અમૃતા અરોરાએ પોતાની પોસ્ટમાં આપી છે. તસ્વીરમાં કરીનાને બ્લેક કલરના જીન્સની સાથે સફેદ ટોપ પહેરીને જોઈ શકાય છે. ચિક નેકલેસ પહેરેલી કરીના ખુબ જ સ્ટનિંગ લુકમાં દેખાય છે.

Shah Jina