શોર્ટ ટોપ અને વ્હાઇટ અને બ્લેક લૂઝ લોઅરમાં આ વખતે બરાબર ન લાગી મલાઇકા અરોરા, પોતે પણ ન હતી કન્ફર્ટેબલ
બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક મલાઇકા અરોરા તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને તેને પેપરાજી દ્વારા અવાર-નવાર યોગા ક્લાસ, જિમ અને ડાન્સ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. ઘણીવાર તો તેને મુંબઇના રસ્તા પર પણ જોગિંગ કરતા સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા ફિટનેસ જ નહિ પરંતુ તેના લુક અને ફેશનને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ કેટલીક વાર એવું થાય છે કે, સેલિબ્રિટી ફેશનના નામે કંઇક પહેરીને આવે છે અને તેમને ચાહકો તેવા આઉટફિટમાં પસંદ કરતા નથી.

મલાઇકા અરોરા આજે બાંદ્રામાં સ્પોટ થઇ હતી, આજે તેમના આઉટફિટે ચાહકોને નિરાશ કર્યા હતા. મલાઇકાએ આ દરમિયાન શોર્ટ ટોપ અને વ્હાઇટ અને બ્લેક લૂઝ લોઅર કેરી કર્યુ હતુ અને વાળમાં બન બનાવેલો હતો.

આ આઉટફિટ મલાઇકા પર બરાબર જામી રહી ન હતી અને ખાસ વાત તો એ છે કે, આ આઉટફિટમાં મલાઇકા પોતે કન્ફર્ટેબલ હતી નહિ. તે ઘણીવાર તેના ડ્રેસને ઠીક કરતી જોવા મળી હતી.

હાલમાં જદ મલાઈકાને ચર્ચની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા આજે સવારે જ બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચમાં પહોંચી હતી, મલાઈકા જોગિંગ કરવા માટે નીકળી હતી તે દરમિયાન જ તે ચર્ચમાં પહોંચી હતી.
આ દરમિયાન મલાઈકા સ્પોર્ટ્સ લુકમાં જ જોવા મળી હતી. તેને બ્લેક રંગનું શોર્ટ્સ અને બ્લેક ટી શર્ટ પહેરી હતી. જેમાં તેનો શાનદાર લુક જોવા મળી રહ્યો હતો.
મલાઈકા પોતાની ફિટનેસનુ લઈને ખુબ જ ધ્યાન રાખે છે, જેને કારણે તે અવાર નવાર જીમમાં પરસેવો પડતી પણ જોવા મળે છે. તેના જિમ લુકની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

મલાઇકાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે તેના PET કોકો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. મલાઇકાનો આ વીડિયો ખૂબ જ ક્યુટ હતો. ચાહકોએ પણ તેના વીડિયોને ઘણો પસંદ કર્યો હતો.
View this post on Instagram