મલાઇકા અરોરા યોગા ક્લાસ બહાર થઇ ડાર્ક ગ્રે સ્કિનફિટ આઉટફિટમાં સ્પોટ, સ્ટ્રીટ ડોગ પર લૂંટાવ્યો પ્રેમ

શેરીના કુતરા પર ઉભરાયો પ્રેમ…ફેન્સ બોલ્યા સલમાન ખાનની એક્સ ભાભી નવી તસ્વીરોમાં ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે…

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે. મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના વર્કઆઉટ માટે એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.

મલાઇકાને હાલમાં જ યોગા સૂટમાં મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે ડાર્ક ગ્રે આઉટફિટ પસંદ કર્યા હતા. તેણે કેમેરામેનને પોઝ આપવા માટે આ દરમિયાન કપડા પણ ઠીક કર્યા હતા, જો કે, તેની વધારે તસવીરો સામે આવી નથી કારણ કે તે જલ્દી જ તેની કારમાં બેસી નીકળી ગઇ હતી. મલાઇકા અરોરાએ થોડી જ વાર પોઝ આપ્યા બાદ ફટાફટ તેની ગાડી તરફ નીકળી ગઇ હતી. હાલ તો મલાઇકા સુપર મોડલ ઓફ ધ યરને લઇને ચર્ચામાં છે. તે આ દિવસોમાં કોઇ પ્રોજેક્ટમાં નજર આવી રહી નથી.

મલાઇકા તેનું વર્કઆઉટ રૂટિન કદાચ જ મિસ કરતી હશે. તેને જીમ અને યોગા ક્લાસ બહાર ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. યોગા ક્લાસ બાદ તેને જીમ બહાર પણ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ખાસ વાત એ છે કે, મલાઇકા અરોરા સ્ટ્રીટ ડોગ પર પ્રેમ લૂંટાવતી પણ જોવા મળી હતી તેના માથા પર તે પ્રેમથી હાથ ફેરવવા લાગી હતી. મલાઇકા અરોરાને ડોગથી ઘણો પ્રેમ છે. તે ઘણીવાર તેના ડોગ કેસ્પર સાથે મોર્નિંગ વોક પર સ્પોટ થતી હોય છે. મલાઇકાની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

મલાઇકા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ મલાઇકાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મિલિંદ સોમન સાથે જોવા મળી હતી. મલાઇકા એમીટીવી શો “સુપરમોડલ ઓફ ધ યર” સિઝન 2માં ગેસ્ટ તરીકે સામેલ થઇ હતી. આ શોને મિલિંદ સોમન હોસ્ટ કરે છે. મિલિંદ સોમન અને મલાઇકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ 38 સેકન્ડના વીડિયોમાં મિલિંદ સોમન મલાઇકાને પૂછે છે કે તેમનો આઇડિયલ મેન કેવો હોવો જોઇએ ?

આ પર મલાઇકાએ કહ્યુ કે, મને અસલમાં રફ છોકરાઓ પસંદ છે, જે ઘણુ ફ્લર્ટ કરે છે. જે સારી રીતે કિસ કરી શકે. મને ચીકણા છોકરાઓ પસંદ નથી. મલાઇકાએ એ પણ કહ્યુ કે, અર્જુન કપૂર તેને સૌથી સારી કિસ કરે છે. મિલિંદ સોમને આગળ મલાઇકાને પૂછ્યુ કે, અર્જુન કપૂરને લાસ્ટ મેસેજ શુ કર્યો હતો. આ સવાલના જવાબમાં મલાઇકા શરમાઇ ગઇ અને તેણે મેસેજ વાંચી કહ્યુ કે, આઇ લવ યુ ટુ મેસેજ કર્યો હતો. મિલિંદે પૂછ્યુ કે, તમને સારી રીતે કોણ જાણે છે, તેના જવાબમાં મલાઇકાએ અર્જુન કપૂરનું નામ લીધુ હતુ.

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા ટીવી શો “નચ બલિયે” “નચ બલિયે 2” “ઝરા નચ કે દિખા” “ઇંડિયાઝ બેસ્ટ ડાંસર” જેવા કેટલાક શોની જજ રહી ચૂકી છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા વર્ષ 2016માં અરબાઝ ખાન સાથે અલગ થયા બાદ તેના રિલેશનશિપને લઇને વધુ ચર્ચામાં રહે છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ઘણા સમયથી ડેટ કરી રહી છે.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વર્ષ 2019થી ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. બંનેના રોમાન્સની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થતી હોય છે. રોમેન્ટિક હોલિડેથી લઇને ફેમીલી સાથે ગેટ ટુ ગેધર સુધી કપલ એક સાથે હંમેશા ખુશ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina