47 વર્ષની ઉંમરે મલાઈકા ભાભીનો આવો હુસ્નનો જલવો છે, 7 તસ્વીરો જોઈને ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ, મોડેલ અને ડાન્સર મલાઈકા અરોરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા તેની પ્રોફેશનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ હવે જગ જાહેર છે.

બંનેને ઘણી વાર સાથે સ્પોટ કરવામાં આવે છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે તસ્વીર શેર કરતી રહે છે. મલાઈકા ફિટનેસ માટે યોગા, જિમ અને વોક કરતી સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જ મલાઈકાને બાન્દ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા તેની ફિટનેસ માટે થઈને રૂટિન પરથી પરત ફરી રહી હતી.

વાયરલ તસ્વીરમાં મલાઈકા ઓરેન્જ સ્પોર્ટ્સ બ્રા અને જૈગીગમાં નજરે આવી રહી છે. આ સાથે જ બ્લેક કલરના સ્પોર્ટ્સ શૂઝ પણ કેરી કર્યા હતા. એક્ટ્રેસે હાઈ બન અને ફેસ માસ્ક સાથે લુકને પૂર્ણ કર્યો હતો.

હાથમાં બોટલ અને મોબાઈલ સાથે એક્ટ્રેસે મીડિયા સામે અલગ જ અંદાજમાં પોઝ આપ્યો હતો. આ લુકમાં મલાઈકા ઘણી હોટ નજરે આવી રહી છે. આ તસ્વીરને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, મલાઈકા એક્ટ્રેસ કરીના કપૂર, એક્ટર સૈફ અલી ખાન અને બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે હિમાચલ વેકેશનનો આનંદ માણીને પરત ફરી છે. એક્ટ્રેસ ડાન્સ શો ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં નજરે આવી હતી. શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર દરમિયાન જ મલાઈકા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સામેની જંગ જીતીને તે શોમાં પરત ફરી હતી.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મલાઇકા અને અર્જુનના અફેરના સમાચારો આવી રહ્યા છે, પરંતુ એક્ટ્રેસએ ગયા વર્ષે અર્જુન કપૂરના જન્મદિવસ પર તેના સંબંધોને જાહેર કર્યા હતા. અર્જુન અને મલાઈકા એક વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

હવે બંને ઘણીવાર સાથે જોવા મળે છે. મલાઇકા અને અર્જુનની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે, જેના કારણે બંનેને પણ ઘણી વાર ટ્રોલ કરવામાં આવે છે. હવે ચાહકો મલાઇકા અને અર્જુનના લગ્નની રાહ જોઈ રહ્યા છે કે કયારે બંને લગ્ન કરશે.