મનોરંજન

એકવાર ફરીથી દેખાયો મલાઈકા અરોરાનો ગ્લેમરસ અંદાજ, યોગા ક્લાસની બહાર આપ્યા જબરદસ્ત પોઝ

યોગા ક્લાસ માટે નીકળી મલાઈકા, સાધારણ દેખાતા આ ચપ્પલની કિંમત છે અધધધ, જુઓ તસ્વીરો

અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા એક અભિનેત્રીની સાથે સાથે બેસ્ટ ડાન્સર પણ છે. મોટી ઉંમરમાં પણ સુંદરતા કાયમ રાખવાની વાત આવે તો મલાઈકાનું નામ ચોક્કસ લેવામાં આવે છે. મલાઇકા પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન આપે છે. મલાઈકાની ફિટનેસ અને સુંદરતા સામે તેની ઉંમર પણ નાકામ છે.

Image Source

મલાઈકા ક્યારેય પણ જિમ જવાનું નથી ચૂકતી અને મોટાભાગે તે પોતાના જિમ કે યોગા ક્લાસની બહાર જ સ્પોટ થાય છે. એવામાં એકવાર ફરીથી મલાઈકા યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. હંમેશાની જેમ મલાઇકા પોતાના આઉટફિટમાં ખુબ જ લાજવાબ લાગી રહી હતી.

Image Source

આ દરમિયાન મલાઇકાએ એનિમલ પ્રિન્ટના બોડી ફિટ કપડા પહેરી રાખ્યા હતા અને બ્લેક શ્રગ અને બ્લેક માસ્ક પણ પહેર્યું હતું. મલાઈકાએ વાળમાં હાઈ બન બનાવ્યું હતું અને પોતાના લુકને કંપ્લીટ કરવા રીબુકના ચપ્પલ પહેરી રાખ્યા હતા. મલાઈકાએ હાથમાં પર્પલ રંગની યોગા મેટ પણ પકડી રાખી હતી.

Image Source

આ વખતે મલાઈકાના આ ચપ્પલ પણ ચાહકો વચ્ચે ચર્ચાનું કારણ બન્યા છે.જણાવી દઈએ કે મલાઈકાના સાધારણ દેખાતા એવા આ ચપ્પલની કિંમત 3,000 રૂપિયા જણાવવામાં આવી છે.

બોલીવુડની બેબો કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીની મઝા માણી રહી છે. કરીના પ્રેગ્નેંસીમાં પણ પોતાનું કામ કાજ બાકી નથી મૂકી રહી, આ દરમિયાન તે ઘણી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે. હાલમાં જ તે અભિનેત્રી મલાઈકા અરોરા સાથે મોડી રાત્રે જોવા મળી હતી, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

મલાઈકા અને કરીના બંને ખાસ મિત્રો છે. અને તે અવાર નવાર મળતા પણ રહે છે.થોડા સમય પહેલા બંનેને હિમાચલમાં પણ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. મલાઈકા સાથે એ દરમિયાન અર્જુન કપૂર હતો તો કરીના સૈફ અને તૈમુર સાથે હિમાચલના રસ્તાઓ ઉપર ટહેલતા જોવા મળ્યા હતા.

યોગા ક્લાસની બહાર આવતા જ મીડિયાના કેમેરાએ તેને કેપ્ચર કરી લીધી હતી અને હંમેશાની જેમ મલાઈકાએ મીડિયા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.

અભિનેતા અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ કારણને લીધે લાઇમલાઇટમાં આવી જ જાય છે. ક્યારેક અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે તો ક્યારેક પોતાની ફેશન સ્ટાઇલને લીધે મલાઈકા હંમેશા ચર્ચામાં બનેલી રહે છે.