મનોરંજન

ચર્ચની બહાર સ્પોટ થઇ મલાઈકા અરોરા, બંને હાથ જોડેલી કેમરામાં થઇ ગઈ કેદ, જુઓ તસવીરો

બૉલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા તેના જિમ લુકને લઈને હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહેતી હોય છે. તેને યોગા ક્લાસ અથવા તો જીમની બહાર ફોટોગ્રાફર સ્પોટ કરવા માટે પણ હંમેશા તૈયાર રહેતા હોય છે. પરંતુ આજે મલાઈકા જિમની નહિ પરંતુ ચર્ચની બહાર સ્પોટ કરવામાં આવી હતી.

મલાઈકા આજે સવારે જ બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચમાં પહોંચી હતી, મલાઈકા જોગિંગ કરવા માટે નીકળી હતી તે દરમિયાન જ તે ચર્ચમાં પહોંચી હતી.

આ બાંદ્રાનું સૌથી જૂનું રોમન કેથલિક ચર્ચ છે. જે અહીંયાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર પણ માનવામાં આવે છે.

આ દરમિયાન મલાઈકા પોતાના બંને હાથ જોડીને પ્રર્થના કરતી પણ જોવા મળી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ સાથે મલાઈકાનો એક ફ્રેન્ડ પણ નજર આવ્યો હતો. બંને સાથે બાંદ્રા સ્થિત આ ચર્ચની મુલાકત લેવા માટે પહોંચ્યા હતા.

આ દરમિયાન મલાઈકા સ્પોર્ટ્સ લુકમાં જ જોવા મળી હતી. તેને બ્લેક રંગનું શોર્ટ્સ અને બ્લેક ટી શર્ટ પહેરી હતી. જેમાં તેનો શાનદાર લુક જોવા મળી રહ્યો હતો.

મલાઈકા પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે સફેદ રંગના સ્પોર્ટ્સ સૂઝ પણ પહેર્યા હતા. જે તેના સ્પોર્ટ્સ લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા.

મલાઈકા પોતાની ફિટનેસને લઈને ખુબ જ કાળજી રાખે છે, જેના કારણે તે અવાર નવાર જીમમાં પરસેવો પડતી પણ જોવા મળે છે. તેના જિમ લુકની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે.