ખબર જીવનશૈલી ફિલ્મી દુનિયા

47 વર્ષની મલાઈકાને ફેશનનો ચઢ્યો એવો નશો કે 5 તસ્વીરોમાં પાથર્યો હુસ્નનો જાદુ

મલાઈકાના આ હોટ ફોટોએ મચાવ્યો ખળભળાટ, ટગર ટગર જોતા જ રહી જશો

અભિનેત્રી મલાઈકા અરોરા અવાર નવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં બનેલી રહે છે. અરબાઝ ખાન સાથેથી અલગ થયા પછી તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. બંન્નેએ પોતાના રિલેશનની કબૂલાત સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર શેર કરીને કરી હતી.

Image Source

મલાઈકા હંમેશા પોતાની ફેશન સ્ટાઇલ અને ગ્લેમરસ લુકને લીધે ચર્ચામાં આવી જ જાય છે, અને મીડિયાના કૅમેરામાં કૈદ થઇ જાય છે, આવું જ એકવાર ફરીથી મલાઇકા સાથે બન્યું જેમાં તેનો કાતિલાના અંદાજ કેમેરામાં કૈદ થયો હતો.

Image Source

મલાઈકા બાન્દ્રામાં પોતાની બિલ્ડીંગની બહાર જોવા મળી હતી જેમાં તેણે વ્હાઇટ શર્ટ ડ્રેસ પહેરી રાખ્યો હતો અને તેને સ્ટાઈલિશ લુક આપવા માટે એનિમલ પ્રિન્ટનો બેલ્ટ પણ કમર પર બાંધી રાખ્યો હતો.

Image Source

આ સિવાય મલાઈકાએ એનિમલ પ્રિન્ટના જ હાઈ હિલ્સ બુટ પણ પહેરી રાખ્યા હતા, બુટની  પ્રિન્ટ રેડ અને બ્લેક રંગના કોમ્બીનેશનની હતી. મલાઈકાનો આ અવતાર દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

જો કે આ પહેલી વાર નથી કે મલાઈકાની આવી તસ્વીર સામે આવી હોય. તેના જિમ લુકની તસ્વીરો પણ અવાર-નવાર સામે આવતી જ રહે છે.આગળના જ દિવસોમાં મલાઈકાને યોગા ક્લાસની બહાર જોવામાં આવી હતી જેમાં તેણે રેડ-બ્લેક કલરની લેગિંગ્સ અને વ્હાઇટ ટી-શર્ટ પહેરી રાખ્યું હતું, જેમાં તે એકદમ સ્ટાઈલિશ લાગી રહી હતી.

Image Source

જેના અમુક સમય પહેલા મલાઈકા જીમની બહાર પણ જોવા મળી હતી જેમાં તેણે વ્હાઇટ શોર્ટ અને ટીશર્ટ પહેરી રાખ્યું હતું અને હાથમાં પાણીની બોટલ પણ હતી અને ચેહરા પર બ્લેક રંગનું માસ્ક લગાવી રાખ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે મલાઈકા સપ્ટેમ્બર મહિનામાં કરોનાથી સંક્રમિત થઇ ગઈ હતી જેના પછી તેની બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી હતી. ક્વોરેન્ટાઇન સમય ખતમ થતા જ સ્વસ્થ થઈને મલાઈકા ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજ રૂપે ફરીથી શામિલ થઇ હતી.જો કે તેની ગેરહાજરીમાં જજની ખુરશી નોરા ફતેહીએ સંભાળી હતી.

47 વર્ષની અને 18 વર્ષના દીકરાની માં એવી મલાઈકા અરોરા આ ઉંમરે પણ આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેની સુંદરતા અને ફિટનેસને જોતા તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.