ફિલ્મી દુનિયા

મલાઈકા અરોરાએ ફોટોશૂટ કરાવતા બતાવ્યો એટીટ્યુડ, બોલી – મારા હાથ સાથે વાત કરો…

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તેના ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર આવતાની સાથે જ છવાઈ જાય છે. પરંતુ આ વખતે અભિનેત્રી તેના એક ફોટોને લઈને ચર્ચામાં આવી છે. વાત એમ છે કે મલાઈકા અરોરાએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

પર્પલ કલરના આઉટફિટમાં મલાઈકા એકદમ સુંદર અને સ્ટનિંગ દેખાઈ રહી હતી, પરંતુ મલાઈકાના ફોટોમાં તેમનું વલણ એકદમ અલગ જ દેખાઈ રહ્યું છે. ફોટોશૂટના આ ફોટો મલાઈકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આ ફોટોઝ શેર કરતાં મલાઈકા અરોરાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મારા હાથથી વાત કરો, કારણ કે હું સાંભળી નથી રહી.” સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. મલાઈકાના આ ફોટો પર લોકોએ ઘણી કૉમેન્ટ્સ કરી છે અને પોતાનું રિએક્શન આપી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે મલાઈકા અરોરા હાલમાં એમટીવી પર આવનારા શો ‘સુપર મોડલ ઓફ ધ યર’ને જજ કરી રહી છે. આ શોમાં મલાઈકાનો અંદાજ પણ જોવા જેવો હોય છે. આ શો સિવાય મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને લઈને પણ ઘણી ચર્ચાઓમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

બંનેએ જાહેરમાં તેમના સંબંધોને સ્વીકારી લીધા છે. પરંતુ બંનેએ તેમના લગ્નને લઈને કોઈ વાત કરી નથી. મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે જો તે અને અર્જુન કપૂર લગ્ન કરે છે, તો તે લોકોને એ વિશે કહેવામાં સંકોચ કરશે નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.