મલાઈકા અરોરાએ જણાવ્યું આ કોરોના કાળમાં કેવી રીતે સ્વસ્થ રાખી શકાશે તમારા ફેફસા, જુઓ વીડિયો

બોલીવુડમાં ફિટનેસ ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસ માટે ખુબ જ કાળજી રાખે છે, મલાઈકા ના ફક્ત પોતાની ફિટનેસની કાળજી રાખે છે, તે તેના ચાહકો સાથે પણ પોતાની ફિટનેસ ટિપ્સ શેર કરતી રહે છે.

મલાઈકાએ છેલ્લા થોડા દિવસોમાં પોતાના ઘણા યોગ વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે. જેમાં તે હેલ્થથી જોડાયેલા અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત કરતી જોવા મળી રહી છે. અને હવે ફરી એકવાર તેને આ કોરોના મહામારીના કપરા સમય દરમિયાન એક ખાસ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોની અંદર મલાઈકા સ્વસ્થ ફેફસા માટે અનુલોમ વિલોમ યોગ આસાન કરતી નજર આવી રહી છે. તેને જણાવ્યું છે કે કેવી રીતે દરેક કોઈએ આને ટ્રાય કરવું જોઈએ. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ ઉપર વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, ” આ કઠિન સમયમાં પ્રણાયામ બહુ જ જરૂરી છે. આ આપણા રોજિંદા જીવનનો ભાગ છે. આ પ્રાણાયામની સરળ રીત અનુલોમ વિલોમ છે. જે રોગ પ્રતિકારક  ફેફસાની ક્ષમતા વધારે સારી કરે છે.

મલાઈકાએ આગળ લખ્યું છે કે, “જમવાનું જમતા ઓછામાં ઓછું પહેલા અને પછી બે કલાકના અંતરાલ ઉપર અણુલોમ વિલોમના 6 રાઉન્ડ સતત કરતા રહેવું. તમે 21 રાઉન્ડ સુધી જઈ શકો છો.”

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Niraj Patel