મલાઇકા અરોરાના આ હોટ ડ્રેસે ગરમીનો પારો ચડાવી દીધો, VIDEO જોતા જ ફેન્સ ખુશખુશાલ થઇ ગયા
બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અવાર નવાર તેની તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

મલાઇકા ઘણીવાર તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મલાઇકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સાથે સાથે યોગાના વીડિયો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ મલાઇકાએ એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મલાઇકાના કેટલાક ખૂબસુરત અને બોલ્ડ અવતાર જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેફ સૌરભ બાનગેએ તૈયાર કર્યો છે.
સૌરભે પહેલા પણ મલાઇકા માટે કેટલાક ખૂબસુરત વીડિયો એડિટ કર્યા છે અને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા છે. મલાઇકાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યુ કે, વીકેંડ ફીલ્સ. આ સાથે જ તેણે સૌરભનો આભાર માન્યો અને લખ્યુ કે આ એડિટ તેને ઘણુ જ પસંદ આવ્યુ.
વીડિયોમાં અલગ અલગ ક્લિપમાં મલાઇકા અલગ અલગ એંગલથી પોઝ આપતી જોવા મળી રહી છે. તે કયારેક વ્હાઇટ હાઇ થાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે તો કયારેક તે સ્વિમિંગ પુલના કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઇકા તેની બધી જ અદામાં ખૂબ જ હોટ લાગી રહી છે.

મલાઇકા ફિલ્મી દુનિયાથી ભલે દૂર છે પરંતુ તે ફિટનેસને લઇને સૌથી વધારે ચર્ચામાં રહે છે. મલાઇકાની લાઇફમાં યોગ અને જીમ માટે ખાસ જગ્યા છે. તે અવાર નવાર જીમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ થાય છે. તેને ઘણીવાર મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવે છે.
હાલમાં જ મલાઇકાએ તેની ફિટનેસ પર ચર્ચા કરી હતી. તેણે જણાવ્યુ હતુ કે તે લગભગ 16 કલાક તેનું પેટ ખાલી રાખે છે. તેણે કહ્યુ કે, તે સાંજે 7-7.30 વાગ્યા સુધી ખાવાનું ખાઇ લે છે અને સવારે કંઇ નથી ખાતી. તે સવારે લિક્વિડ ગરમ સાદુ પાણી, જીરા પાણી કે લીંબુ પાણી કે નારિયેળ પાણી જેવી વસ્તુ લે છે.
View this post on Instagram