અરે બાપ રે ! મલાઇકા બાથરૂમમાંથી નીકળી ભૂલી ગઇ હતી પેન્ટ ચઢાવવાનું, જુઓ

બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા તેની ફિલ્મો કરતા વધારે તેની ફિટનેસને લઇને વધુ ચર્ચામાં રહે છે. મલાઇકા તેની તસવીરોથી ચાહકોને દીવાના કરી દે છે. મલાઇકાને અવાર નવાર તેના જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકા તેના બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં રહેતી હોય છે, તો ઘણીવાર તે તેના આઉટફિટને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે, પરંતુુ હાલ તે એક બીજા કારણસર ચર્ચામાં આવી છે. તે આ સમયે તેના બોલ્ડ અવતારને લઇને નહિ પણ એક બીજા કારણે ચર્ચામાં આવી છે.

કોરોના વાયરસના ડરને લઇને મલાઇકા અરોરાએ ચાહકો સાથે એક મજેદાર કિસ્સો શેર કર્યો છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં બે તસવીરો શેર કરી છે.

મલાઇકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર જે સ્ટોરી શેર કરી છે તેમાં એક સ્ટોરીમાં તેણે લખ્યુ છે કે, કોરોના વેક્સિન લગાવ્યા બાદ તે ઘરે આવનાર મહેમાનને શુ કહે છે. મલાઇકા લખ્યુ કે, જયારે પહેલા મહેમાન આવતા તો તે તેમને એવું કહેતી હતી કે ડરો નહિ, અમારો ડોગ વેક્સિન લગાવી ચૂક્યો છે. હવે હું તેમને કહુ છું કે, ડરો નહિ, અમને વેક્સિન લાગી ચૂકી છે.

મલાઇકાએ તેની બીજી પોસ્ટમાં લખ્યુ છે કે, બધા ક્રેઝી થઇ ગયા છે. એકવાર તે એક રેસ્ટોરન્ટમાં બાથરૂમમાં ગઇ હતી. તેણે કોણીથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને તે બાદ તે તેણે પગથી ટોયલેટની સીટ ઉઠાવી. તેણે ટિશ્યુથી પાણીનો નળ ખોલ્યો અને હાથ ધોયા.

ત્યાર બાદ તે કોણીથી બાથરૂમનો દરવાજો ખોલ્યો અને ટેબલ પર આવી તો મહેસૂસ થયુ કે, તે  પેન્ટ ચઢાવવાનું તો ભૂલી ગઇ. આ સાથે જ તેણે લાફિંગ ઇમોજી શેર કરી હતી.

મલાઇકા શેર કરેલ આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ચાહકોને એક તરફ તો આ પોસ્ટ પર હસવું છૂટી રહ્યુ છે, તો બીજી તરફ ચાહકોને વિશ્વાસ નથી થતો કે, મલાઇકાએ સાચેમાં આ ભૂલ કરી હતી.

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મલાઇકા કોરોનાથી સંક્રમિત થઇ હતી. મલાઇકા આ દિવસોમાં અર્જુન કપૂર સાથેના રિલેશનને લઇને ઘણી ચર્ચામાં છે.

હાલમાં જ બુધવારની રાત્રે મલાઇકા તેની બહેન અમૃતા અરોરાના ઘરે રાખવામાં આવેલી પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં તેની સાથે અર્જુન કપૂર પણ પહોંચ્યા હતા. આ સાથે જ આ પાર્ટીમાં મોટા મોટા સેલેબ્સ સામેલ થયા હતા.

Shah Jina