બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરા તેના ગ્લેમરસ લુક માટે ઓળખાય છે. અભિનયથી દૂર હોવા છતાં, તે ઘણી ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના સંબંધોને કારણે તો કેટલીકવાર તેની તસ્વીરોને કારણે ચર્ચાઓમાં રહે છે.
કોઈ ઇવેન્ટ હોય કે પાર્ટી હોય, મલાઇકા તેના બોલ્ડ લુક સાથે ક્યારેય કોઈ બાંધછોડ કરતી નથી. તાજેતરમાં મલાઈકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેનો આ વીડિયો જીમની બહારનો છે.
મુંબઇમાં જીમમાં જતાં સમયે જોવા મળેલી મલાઇકા અરોરાનું જિમવેર એટલું ગ્લેમરસ હતું કે તેને જોઈને યુઝર્સ કમેન્ટ્સ કરી રહયા છે. જીમમાં જતા સમયે મલાઈકા અરોરાએ કલરના બોડી હગિંગ વેર પહેર્યા હતા.
જેમાં ટેન્ક ટોપની સાથે ટાઈટ બોટમવેર હતું. આ વસ્ત્રોમાં મલાઈકાનું પરફેક્ટ ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પરંતુ મલાઈકાની આ સ્ટાઇલ જોઇને બધા ચોંકી ગયા. શેડના આ જીમવેરને જોઇને યુઝર્સ ભદ્દી કમેન્ટ્સ કરી રહ્યા છે.
કેટલાક લોકોએ મલાઈકાના ફિગરની પ્રશંસા કરી છે, તો કેટલાય લોકોએ કોમેન્ટમાં પૂછ્યું કે તેને કશું પહેર્યું છે કે નહિ? મલાઈકાના આ વીડિયોને જોઈને લોકો તેને સસ્તા બજેટની કિમ કાર્દાશીઅન કહીને ટ્રોલ કરી રહ્યાં છે.
મલાઇકાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે, ‘લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તમે કેમ આટલા અધીરા છો… તમે જેકેટ અથવા પુલઓવર પણ પહેરી શકો છો’. તો બીજા એક યુઝરે લખ્યું છે કે મલાઇકાએ ઇન્ડિયાના લોકોને દિવાના બનાવી દીધા છે. બીજા યુઝરે લખ્યું છે કે ભાઈ આ રોબોટ કોણ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે ભાઈ તે કેવી રીતે શ્વાસ લઇ રહી છે.
યુઝર્સ કંઇ પણ કહે પણ પરંતુ મલાઈકા દર વખતે ગ્લેમરસ સ્ટાઇલથી તેના પ્રશંસકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં, પર્પલ પિંક કલરના ઓફ-શોલ્ડર ડ્રેસ અને બલૂન શેપ સ્લીવ સાથે હાઇ બનમાં તેનું ફોટોશૂટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
View this post on Instagram