મનોરંજન

મલાઈકા અરોરા જે સાડીને લીધે થઇ હતી ટ્રોલ, તે સાડીની કિંમત જાણીને ઉડી જાશે તમારા હોંશ…

અભિનેત્રી મલાઈકા અરોરા મોટાભાગે પોતાના બોલ્ડ અવતારને લીધે ચર્ચામાં બની રહે છે. પણ અમુક દિવસો પહેલા જ તે સાડી પહેરેલી જોવામાં આવી હતી.મલાઈકાની સુંદર સાડી જોઈને દરકે કોઈ ચોંકી ગયા હતા. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા અભિનેત્રી સોનમ કપૂરના જન્મદિવસના મૌકા પર જુહુ સ્થિત સોનમ કપૂરના ઘરે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી.

પાર્ટીમાં કપૂર ખાનદાનની સાથે સાથે મલાઈકા અરોરા પણ શામિલ થઇ હતી.આ દરમિયાન સોનમ કપૂરે સફેદ રંગની સાડી પહેરી રાખી હતી જેમાં તે કોઈ દુલ્હનથી ઓછી લાગી રહી ન હતી. સાડીમાં લાલ રંગના ફૂલો તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા હતા. પોતાના આ નવા અવતારને લીધે મલાઈકા અરોરાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

Congratulations my dearest @manekaharisinghani #vivek ….. love , happiness n togetherness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જો કે પોતાની સાડીને લીધે મલાઇકાને આલોચનાનું શિકાર પણ થાવું પડ્યું હતું કેમ કે તેની આ સ્ટાઇલને દીપિકા પાદુકોણ સાથે સરખાવવામાં આવી હતી કેમ કે દીપિકા પાદુકોણ અમુક સમય પહેલા આવી જ સાડી પહેરી ચુકી હતી.પણ મલાઈકાના નવા અવતારને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો હતો.

Image Source

મલાઈકાએ આ મૌકા પર લાલ અને ગોલ્ડન ફ્લોરલ પ્રિન્ટ વાળી સફેદ સાડી પહેરી હતી અને સાડીની સાથે તેમણે ગાળામાં હેવી નેકલેસ અને માથા પર ટીકો લગાવી રાખ્યો હતો. પોતાના લુકને પૂર્ણ કરવા માટે મલાઈકાએ લાઈટ મેકઅપ અને લાલ રંગની લિપસ્ટિક લગાવી રાખી હતી અને પોતાના વાળને બાંધી રાખ્યા હતા.

Image Source

સોનમ કપૂરે પોતાના જન્મદિસવના મૌકા પર ગ્રાન્ડ પાર્ટી આપી હતી. પાર્ટીમાં અર્જુન કપૂર,જાહ્નવી કપૂરથી લઈને કરન જોહર, કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ પણ આવી પહોંચ્યા હતા.હવે વાત કરીયે મલાઈકાની આ સુંદર સાડીની કિંમતની તો તેની કિંમત જાણીને દરેક કોઈ ચોંકી જાશે,મલાઇકની સાડીની કિંમત 1 લાખ 25 હજાર રૂપિયા છે.જણાવી દઈએ કે મલાઈકાની આ સાડી ફેમસ ડિઝાઈનર રોહિત બાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.એક રીતે જોવા જઈએ તો દીપિકા અને મલાઈકા બંને જ આ સાડીમાં સુંદર દેખાઈ રહી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks