જાણો મલાઇકા અરોરાને કોણ સારી રીતે કિસ કરે છે ? અર્જુન કપૂર પણ જવાબ સાંભળી શરમથી થઇ જશે લાલ

મલાઇકા અરોરાએ આવો છોકરો પસંદ છે…હોવો જોઇએ ફ્લર્ટી અને તગડી કિસ…જાણો વિગત

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બોલિવુડના મોસ્ટ લવ્ડ કપલ છે. બંનેના રિલેશનની ચર્ચા મીડિયા અને ચાહકો વચ્ચે સામાન્ય વાત છે. પોતાના રિલેશનશિપની ઓફિશિયલ રીતે ખુલાસો કર્યા બાદ બંને ઘણી સહજતા સાથે લોકો સામે દેખાય છે. બંનેને ઘણીવાર સાથે આઉટિંગ અને ડિનર ડેટ પર પણ સ્પોટ કરવામાં આવે છે. બંને ઘણીવાર પબ્લિકલી તેમનો પ્રેમ પણ જતાવી ચૂક્યા છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીર શેર કરી પ્રેમનો ઇઝહાર પણ કરે છે.

જણાવી દઇએ કે, મલાઇકા એમીટીવી શો “સુપરમોડલ ઓફ ધ યર” સિઝન 2માં ગેસ્ટ તરીકે સામેલ થઇ હતી. આ શોને મિલિંદ સોમન હોસ્ટ કરે છે. હાલ મિલિંદ સોમન અને મલાઇકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ 38 સેકન્ડના વીડિયોમાં મિલિંદ સોમન મલાઇકાને પૂછે છે કે તેમનો આઇડિયલ મેન કેવો હોવો જોઇએ ?

આ પર મલાઇકાએ કહ્યુ કે, મને અસલમાં રફ છોકરાઓ પસંદ છે, જે ઘણુ ફ્લર્ટ કરે છે. જે સારી રીતે કિસ કરી શકે. મને ચીકણા છોકરાઓ પસંદ નથી. મલાઇકાએ એ પણ કહ્યુ કે, અર્જુન કપૂર તેને સૌથી સારી કિસ કરે છે. મિલિંદ સોમને આગળ મલાઇકાને પૂછ્યુ કે, અર્જુન કપૂરને લાસ્ટ મેસેજ શુ કર્યો હતો. આ સવાલના જવાબમાં મલાઇકા શરમાઇ ગઇ અને તેણે મેસેજ વાંચી કહ્યુ કે, આઇ લવ યુ ટુ મેસેજ કર્યો હતો.

મિલિંદે પૂછ્યુ કે, તમને સારી રીતે કોણ જાણે છે, તેના જવાબમાં મલાઇકાએ અર્જુન કપૂરનું નામ લીધુ. સેલિબ્રિટી ક્રશના સવાલ પર મલાઇકાએ ડેનિયલ ક્રેગનું નામ લાધુ હતુ. ડેનિયલ જેમ્સ બોન્ડ સીરીઝમાં બોન્ડનું પાત્ર નિભાવે છે. મલાઇકાની ફીમેલ ક્રશ બેલા હદીદ છે. જે અમેરિકી મોડલ છે. વર્ષ 2016માં તે અમેરિકાની મોડલ ઓફ ધ યર બની હતી. તેની ઉંમર મલાઇકાથી પણ અડધી છે. તે અત્યારે 24 વર્ષની છે.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વર્ષ 2019થી ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. બંનેના રોમાન્સની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થતી હોય છે. રોમેન્ટિક હોલિડેથી લઇને ફેમીલી સાથે ગેટ ટુ ગેધર સુધી કપલ એક સાથે હંમેશા ખુશ જોવા મળે છે.

Shah Jina