મલાઈકા અરોરાએ ખુલ્લા વાળ અને ગાઉનમાં દેખાડ્યો હોટ અંદાજ, નસીબદાર છે અર્જુન કે 47 વર્ષની મલાઈકાને બનાવી લીધી ગર્લફ્રેન્ડ, જુઓ PHOTOS
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાનો અંદાજ તસવીરો અને વીડિયોમાં વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.
View this post on Instagram
મલાઈકા અરોરા રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. આ દરમ્યાન મલાઈકા ખુલ્લા વાળ અને રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. મલાઈકાના જમણા હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં માસ્ક હતું. રેડ બોડીકોન ડ્રેસમાં મલાઈકાની જબરદસ્ત સ્ટાઈલ જોવા મળી હતી.
View this post on Instagram
મલાઈકાએ હાઈ હીલ્સ સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે મલાઈકા પેપરાજીની સામે વાળ લહેરાવતી જોવા મળી હતી. મલાઈકા આ ડ્રેસમાં ખુબ જ સુંદર રીતે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મલાઈકાએ તેનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
View this post on Instagram
મલાઈકાની તસવીર સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા હતા. કોઈ તેના લુક અને સુંદરતાના વખાણ કરતા જોવા મળ્યા તો કોઈએ અર્જુન કપૂર માટે મલાઈકા પર કટાક્ષ કર્યો હતો.
View this post on Instagram
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- તમે કપડાં જ કેમ પહેરો છો, જ્યારે અન્ય યુઝરે કહ્યું- અર્જુન કપૂર આજે ખૂબ ખુશ હશે. એક યુઝરે તો મલાઈકાને દગાબાજ મહિલા કહી હતી. જોકે કેટલાક લોકોએ મલાઈકાના વખાણ પણ કર્યા હતા. એક યુઝરે કહ્યું- જો તેની ઉંમર જોઈએ તો મલાઈકાની બોડી સારી અને મેઈન્ટેન છે. બીજા એક યુઝરે કહ્યું – આ રિવર્સ એજિંગનો કમાલ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે મલાઈકાએ મે 2017માં તેના પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ તેનું અર્જુન કપૂર સાથે અફેર હતું. મલાઈકા-અર્જુન અવારનવાર પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે. મલાઈકાએ અરબાઝ ખાન સાથે 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ પછી મલાઈકાએ અરબાઝને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું અને મે 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
View this post on Instagram
અરબાઝ ખાનને છૂટાછેડા આપ્યા બાદથી મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. કોરોના લોકડાઉન સમયે અર્જુન કપૂર મલાઈકાના ઘરે રોકાયો હતો. અર્જુન અને મલાઈકાએ 3 વર્ષ પહેલા પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. ત્યારબાદ બંનેએ એકબીજાનો હાથ પકડીને એક તસવીર પણ શેર કરી હતી.
View this post on Instagram
તે દિવસે અર્જુન કપૂરનો જન્મદિવસ હતો. અર્જુન અને મલાઈકાએ ભલે તેમના સંબંધને ઓફિશિયલ રીતે તેમના સંબંધોને સ્વીકારી લીધા હોય, પરંતુ ચાહકો હવે તેમને લગ્નના બંધનમાં બંધાયેલ જોવા માંગે છે. પોતાની લવ લાઈફ વિશે વાત કરતા મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ ફરીથી પ્રેમમાં પડવા માંગે છે, સંબંધમાં આવવા માંગે છે. કોઈ પણ વ્યક્તિ આખી જીંદગી એકલા રહેવા માંગતું નથી. ભલે મારી આસપાસના લોકો જેમ-તેમ કહે, પરંતુ મને આનંદ છે કે મેં આ પસંદગી સમજદારીપૂર્વક કરી છે.