કોરોનાને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કિરદારો પણ પોત પોતાના ઘરોમાં કૈદ થઈને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા. આ વચ્ચે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધ વિશેની ઘણી બાબતો સામે આવી હતી.

પહેલા તો બંને પોતાના રિલેશનશીપને છુપાવીને રાખતા હતા પણ હવે ધીમે ધીમે બંન્ને દિલ ખોલીને સામે આવી રહ્યા છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે અને વેકેશન પર પણ સાથે જ જાય છે. જો કે બંન્ને ક્યારે લગ્ન કરશે તેઓ ખુલાસો કર્યો નથી.

મલાઈકાએ વર્ષ 2019 માં અર્જુન કપૂરના જન્મદિસવ પર પોતાના રિલેશનનને પબ્લિક સામે રાખ્યું હતું, જેના પછીથી લગાતર તેઓના લગ્નની ચર્ચાઓ થઇ રહી છે. અર્જુન અને મલાઈકાની ઉંમરમાં ઘણું અંતર છે, જેને લીધે લોકો તેઓને અવારનવાર નિશાના પર લે છે અને આલોચના કરે છે.

મલાઈકાએ અર્જુનને જન્મદિસવની શુભકામના આપતા તેની સાથેની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે અર્જુનનો હાથ પકડીને ઉભેલી હતી. ત્યારથી જ એ વાત સામે આવી ગઈ હતી કે અર્જુન અને મલાઈકા એકબીજાને ડેટ કરી રહ્યા છે.

અમુક દિવસો પહેલા જ 45 વર્ષની મલાઈકાએ પોતાનાથી 11 વર્ષ નાના અર્જુન કપૂર સાથેના લગ્ન અને બાળકો પર એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. મલાઈકાએ કહ્યું કે,”અમે અમારા રિલેશનમાં સમયના હિસાબે આગળ વધી રહ્યા છીએ. લગ્ન વિશે હાલ અમે કઈ જ કહેવા નથી માગતા, જ્યારે પણ લગ્ન વિશેનો નિર્ણય લેશું તો તેની જાણ પણ કરશું. બધી જ બાબતો સમયના હિસાબે થતી રહેશે’.

“અમે અમારા રિલેશન પર ખુબ જ ઈમાનદાર છીએ. જેમ જેમ બાબતો આગળ વધતી રહેશે અમે તેના વિશે વાત કરતા રહેશું.”

અર્જુનના બાળકની માં બનવાની વાત પર મલાઈકાએ કહ્યું હતું કે,”હા, તે ચોક્કસ અર્જુનના બાળકની માં બનવા માંગશે. 46 વર્ષની ઉંમરમાં પણ માં બનવા પર મને કોઈ જ સમસ્યા નથી. અને હું અર્જુન કપૂર સાથે ફેમિલી સ્ટાર્ટઅપ કરવાનો ઈરાદો પણ રાખું છું, પણ આ બધું સમયાંતરે થતું રહેશે, હાલ લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી’.

જયારે મલાઈકાને પૂછવામાં આવ્યું કે અર્જુન સાથેના રિલેશન પર તેના દીકરાંની કેવી પ્રતિક્રિયા હતી તેના પર મલાઈકાએ કહ્યું કે,”મારું માનવું છે કે કોઈપણ બાબતનો સામનો કરવા માટે ઈમાનદાર રહો.પોતાના નજીકના લોકોને એ જણાવવું જરૂરી છે કે તમારા જીનવમાં શું ચાલી રહ્યું છે અને સમય આપવો જોઈએ જેથી તેઓ પરિસ્થિતિને સમજી શકે. અમારી વચ્ચે આ બાબત વિશે વાત થઇ અને મને ખુશી છે કે આજે બધા પહેલા કરતા વધારે ખુશ છે’.

અર્જુન-મલાઈકાના રિલેશન પર પરિવારને કોઈ જ આપત્તિ નથી પણ અર્જુન કપૂરના પિતા બોની કપૂર કદાચ હજી પણ તેઓના રિલેશનથી નાખુશ છે. મલાઈકાનો 17 વર્ષનો દીકરો અરહાન પણ તેઓના રિલેશનથી ખુશ છે અને તે અર્જુન કપૂર સાથે પણ જોવા મળે છે.

વર્ષ 2019 માં મલાઈકાએ અર્જુન સાથેના પોતાના લગ્નનો પ્લાન શેર કર્યો હતો. નેહા ધૂપિયાના શો માં મલાઈકાએ કહ્યું હતું કે,”અમારા લગ્ન વ્હાઇટ વેડિંગ સેરેમની(ક્રિશ્ચિયન રિવાજ) બીચ પર થશે. મને બ્રાઈડમૈડ્સનો કોન્સેપ્ટ ખુબ જ પસંદ છે. તે મારી નજીકની ગર્લગેન્ગ હશે. મલાઈકાએ એવું પણ કહ્યું હતું કે તે દરેક રીતે અર્જુન કપૂરને પરફેક્ટ માને છે.

મલાઈકા અર્જુનને પોતાના પરિવારને પણ મળાવી ચુકી છે. મલાઈકાના માતા-પિતાની સાથે અર્જુન કપૂર ઘણીવાર ડિનર આઉટિંગ પર જોવા મળ્યા છે. હવે તો ચાહકોને તેઓના લગ્નની રાહ છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.