આર્યન ખાનને જમાનત મળતા જ બોલિવુડની આ ફેમસ હિરોઇન પહોંચી શાહરૂખના મન્નતમાં ધામા નાખ્યા -વીડિયો વાયરલ

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. જામીન બાદ તેને અને તેના પરિવારને લોકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. ઘણા સેલેબ્સ ટ્વીટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. શાહરૂખના ચાહકો એ વાતથી ખુશ છે કે આર્યન હવે જેલમાંથી બહાર આવી રહ્યો છે. આ દરમિયાન સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂરે પણ આર્યન ખાન અને તેના બાળપણનો ફોટો શેર કર્યો છે.

આર્યનના જામીનના સમાચાર સાંભળીને બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા શાહરૂખ અને ગૌરીને મળવા મન્નત પહોંચી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મલાઈકા અરોરાનો આ વીડિયો NDTV દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અરોરા તેની કારમાં બેઠી છે, તેની સાથે બીજા લોકો પણ જોવા મળી રહ્યા છે. મલાઈકા શાહરૂખના ઘરની અંદર જતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. NCBની ટીમે કોર્ડેલિયા ક્રુઝ શિપ પર ડગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો, જે 2 ઓક્ટોબરના રોજ ગોવા જઈ રહ્યુ હતુ. અત્યાર સુધીમાં બે નાઈજિરિયન નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ લોકોનું સમર્થન મળ્યું હતું, જોકે આ દરમિયાન ઘણા લોકોએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. ઘણા લોકોએ આર્યન ખાન જેલમાંથી બહાર આવી જાય તે માટે પ્રાર્થના-દુઆ કરી હતી. શાહરૂખ ખાનને આ દુખની ઘડીમાં ભાઇજાન સલમાન ખાનનો સાથ મળ્યો હતો. તે ઘણીવાર શાહરૂખ ખાનને મળવા મન્નત પહોંચ્યા હતા. તો બીજી બાજુ તેઓ ફોન કરી હાલ ચાલ પણ પૂછી રહ્યા હતા અને આર્યનના કેસની અપડેટ લઇ રહ્યા હતા.

Shah Jina