ખુબસુરત મલાઈકા અરોરાએ લઇ લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ, જેવી બહાર નીકળી ત્યાં તો…

47 વર્ષની મલાઈકા શું પહેરીને વેક્સીન લેવા ગઈ? PHOTOS જોતા જ ફેન્સે કરી ટ્રોલ….

કોરોનાની મહામારીમાં વેકિસન એજ એક માત્ર અસરકારક હથિયાર છે. ત્યારે દેશભરમાં ઘણા લોકો વેક્સિન લઇ રહ્યા છે. જેમાં બોલીવુડના સેલેબ્સ પણ સામેલ છે. બોલીવુડના સેલેબ્સ દ્વારા કોરોના વેક્સિન લીધા બાદ જાહેર જનતાને પણ કોરોના વેક્સિન લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. હાલ બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરાએ વેક્સિનનો બીજો  ડોઝ લઇ લીધો છે.

રોજ-બરોજ પોતાના ફિટનેસ અને જિમ તસ્વીરોને લઈને લાઇમ લાઇટમાં છવાઈ જનાર અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાના વેક્સિનના બંને ડોઝ પૂર્ણ કરી લીધા છે. આ વાતની જાણકારી મલાઈકાએ પોતે જ સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

મલાઈકાએ એક તસવીર શેર કરવાની સાથે લખ્યું છે કે, “જેવી રીતે હું કહું છું કે આપણે બધા એક સાથે છીએ. હું ફક્ત મારા માટે નહીં પરંતુ બધાના માટે સુરક્ષિત રહીશ. સંપૂર્ણ રીતે વેક્સીનેટ. પ્રત્યેક ફ્રન્ટલાઈન વોરિયર માટે મારુ જે સન્માન છે તેને વ્યક્ત નથી કરી શકતી. તમારા બધાનો આભાર”

મલાઈકા અરોરા આજે બાંદ્રાના વેક્સિનેશન સેન્ટર પહોંચી હતી જ્યાં તેને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. વેક્સિન લેતા તસ્વીરમાં પણ મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેની આ તસ્વીર પણ તેની બાકીની તસ્વીરોની જેમ ખુબ જ વાયરલ થઇ રહી છે.

મલાઇકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર અર્જુન સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી છે, જેમાં તે બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. મલાઇકાએ આ તસવીર શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, હેપ્પી બર્થ ડે માય સનશાઇન.

મલાઇકા અને અર્જુનની આ તસવીર ખૂબ જ પ્રેમાળ છે. ચાહકો પણ આ તસવીર પર પ્રેમ લૂટાવી રહ્યા છે. આ તસવીરમાં બંને કોઇ હિલ સ્ટેશન પર જોવા મળી રહ્યા છે. તસવીરમાં બંને કેઝયુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

અર્જુન અને મલાઇકા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે અને તે બંને એકબીજાના પરિવાર સાથે સમય વીતાવતા પણ અનેકવાર જોવા મળે છે. બંનેનો સંબંધ કોઇનાથી છૂપેલો નથી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ ઉપરાંત સેલેબ્રીટી ફોટોગ્રાફર વીરલ ભાયાણીએ પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મલાઈકાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં મલાઈકા વેક્સિનેશન સેન્ટરની બહાર આવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. જેના બાદ 2 એપ્રિલના રોજ તેને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેની તસ્વીર પણ મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી.

Niraj Patel