મનોરંજન

મલાઈકા અરોરાએ ઝાડ વચ્ચે કરાવ્યું ફોટોશૂટ તો લોકો કરવા લાગ્યા અર્જુન કપૂરની તારીફ

વાહ…સલમાનની EX 47 વર્ષીય ભાભીએ આવા કાતિલ ફોટોશૂટ કરીને ગોવાનું તાપમાન વધારી દીધું- જુઓ તસવીરો

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આજકાલ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. મલાઈકા તેના વેકેશનની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે. હાલમાં જ મલાઈકાએ એવું ફોટોશૂટ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

હાલમાં જ મલાઈકાએ ઝાડ વચ્ચે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં મલાઈકા અરોરા ગ્રીન કલરના આઉટફિટમાં પોઝ આપી રહી છે. તસ્વીરમાં મલાઈકા ઘણી ખુબસુરત લાગી રહી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે,અર્જુન કપૂર લકી છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તું આટલી સુંદર કેમ છે ?

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

એક્ટ્રેસ મલાઈકા અરોરાએ આ તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, ટ્રોપિકલ પૈરાડાઇસ. મલાઈકાની આ તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, હાલમાં જ મલાઈકા અરોરાએ સ્વિમિંગ પુલમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ પહેલા પણ મલાઈકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બેહદ બોલ્ડ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, મલાઈકા કયારેક પુલ કિનારે તો કયારેક પુલની અંદર હોટ તસ્વીર ક્લિક કરાવતી નજરે આવી હતી. આ તસ્વીરમાં મલાઈકા સ્વીમશુટ પહેરેલી નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ તસ્વીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે, તે વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. જેની તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. એક્ટ્રેસ મલાઈકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને પરિવાર સાથે ગોવામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરએ ગત વર્ષ અર્જુન કપૂરના બર્થડે પર તેના સંબંધને સાર્વજનિક કર્યા હતા. નોંધનીય છે કે, મલાઈકા અરોરાએ ફિલ્મ નિર્માતા અને એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ વર્ષ 2017માં બંને અલગ થઇ ગયા હતા. બંનેએ 19 વર્ષનો દીકરો અરહાન છે.