ઢીલો ઢીલો શર્ટ પહેરી આવી રીતે નીકળી પડી મલાઇકા અરોરા, પહેલી નજરે જ લોકો જોતા રહી ગયા

OOPS આ કોનો શર્ટ પહેરીને નીકળી પડી મલાઈકા, 7 PHOTOS જોઈને ફેન્સે કરી ટ્રોલ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

Image source

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. એકવાર ફરી મલાઇકા અરોરાએ તેના મોર્નિંગ વોક માટે એવો જ લુક પસંદ કર્યો. જેમાં તે સુપર કુલ લાગી રહી હતી.

Image source

મલાઇકા તેના ડોગ કેસ્પર સાથે રોજ સવારે મોર્નિંગ વોક પર નીકળે છે, આ દરમિયાનના તેના લુક્સ જોવાલાયક હોય છે. આ વખતે હસીનાએ આઇસ બ્લુ રંગનો ઓવરસાઇઝ્ડ શર્ટ અને તેના મેચિંગ શોર્ટ્સ પહેર્યા હતા. મલાઇકાના આ શર્ટ અને શોર્ટ્સ પર એક પતલી સ્ટ્રાપ્સ પડેલી હતી. જે સિંપલ આઉટફિટને સ્ટ્રાઇકિંગ લુક આપવાનું કામ કરી રહી હતી.

Image source

એક રંગના કપડા હોવાને કારણે આ સેટ લોન્ગ શર્ટનો ઇલ્યુજન ક્રિએટ કરવાનું કામ કરી રહ્યો હતો. ત્યાં જ તેણે આ લુકને કમ્પલિટ કરવા માટે વ્હાઇટ સ્પોર્ટ્સ શુઝ પહેર્યા હતા. મલાઇકાનો લુક મેકઅપ ફ્રી હતો. તેણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

Shah Jina