મલાઇકા અરોરા બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનના આઉટફિટમાં થઇ સ્પોટ, તસવીરો થઇ વાયરલ

યોગા ક્લાસ બહાર નજર આવી મલાઇકા અરોરા, કોઈ કહે 47 વર્ષની છે? જુઓ બોલ્ડ તસવીરો

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

હાલમાં જ મલાઇકાને યોગ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ખૂબસુરત લુકમાં જોવા મળી હતી. તેની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મલાઇકાએ આ દરમિયાન મલાઇકાએ ચહેરા પર સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. તેણે વ્હાઇટ શોર્ટસ સાથે બ્લેક બ્રાલેટ અને જેકેટ પહેર્યુ હતુ.

આ આઉટફિટમાં મલાઇકા ખૂબસુરત લાગી રહી હતી. તેણે આ દરમિયાન વાળને બનમાં કેરી કર્યા હતા અને સાથે જ તે નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. મલાઇકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. તે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે અને ઘણીવાર જીમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ થાય છે.

મલાઇકા અરોરા કયારેક જ તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

Image source

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે.

Image source

તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina