ફરીવાર જોવા મળ્યો મલાઈકા અરોરાનો બોલ્ડ લુક, ચાહકો જોઈને જ બની ગયા દીવાના, તમે પણ જુઓ તેની વાયરલ તસવીરો

૪૭ વર્ષીય મલાઈકા અરોરા જિમ કરતા થાકતી જ નથી, રોજ નવા નવા બોલ્ડ કપડાં પહેરીને જાય છે- જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના જિમ લુકના કારણે ,હંમેશા ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. તેનો જિમ લુકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં હંમેશા વાયરલ પણ થતી હોય છે, ત્યારે આ દરમિયાન જ ફરી એકવાર મલાઈકા પોતાના હોટ અંદાજમાં નજર આવી છે.

મલાઈકાની એક પછી એક આવા હોટ અંદાજમાં આવેલી તસવીરો જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે, તેનો આ કાતિલ લુક પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

મલાઈકાએ આ દરમિયાન પોતાના માટે બ્લેક રંગના કપડાં પસંદ કર્યા હતા, જેમાં તેનો કાતિલ અંદાજ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો તેમજ તેની કર્વી ફિગર પણ કમાલની લાગી રહી હતી.

મલાઈકાએ આ દરમિયાન બ્લેક કલરના લેગિંગ્સ અને તેની સાથે મેચિંગ સ્પોર્ટ્સ બ્રા ઉપર ગ્રે રંગનું એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ હત. આ આઉટફિટ તેને યુનિક  ટચ આપી રહ્યું હતું.

આ સેટની ઉપર મલાઈકાએ બ્લેક રંગનું શોર્ટ લેન્થ જેકેટ પણ કેરી કર્યું હતું. આને તેને અડધું ખુલ્લુ રાખીને એક ખભાની નીચે રાખ્યું હતું. જે જે બોલ્ડનેસનું ટચ એડ કરતું નજર આવ્યું હતું.

લેગિંગ્સ, સ્પોર્ટ્સ બ્રા અને જેકેટના લુકમાં મલાઈકા ફરી એકવાર કમાલની લાગી રહી હતી. મલાઈકાએ વર્કઆઉટના કપડામાં પણ પોતાને એવી રીતે ઢાળી હતી કે તે સિમ્પલ લુકમાં પણ ખુબ જ હોટ લાગી રહી હતી.

મલાઈકાએ આ કપડાંની સાથે પોતાના મનગમતા સફેદ કલરના સ્લાઈડ્સ મેચ કરતી નજર આવી હતી. આ ફૂટવેર રીબોક કંપનીના છે.

તમને જણાવી દઈએ કે મલાઈકાનો જિમ લુક હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તેના જિમ અને યોગા ક્લાસની બહાર ખબરપત્રીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે.

Niraj Patel