હાથોમાં હાથ નાખી ડિનર ડેટ માટે પહોંચ્યા મલાઇકા અરોરા અને અર્જુન કપૂર, જુઓ લવ બર્ડ્સની ખૂબસુરત તસવીરો

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે. બંનેને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી સમય વીતાવતા સ્પોટ કરવામાં આવે છે. શુક્રવારે રાત્રે એકવાર ફરી કપલને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનની કપલની ઘણી તસવીરો કેમેરામાં કેદ થઇ હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરને શુક્રવારે રાત્રે ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. બંને રાત્રે એકસાથે ડિનર ડેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો. ત્યાં જ બંનેના લુકની વાત કરીએ તો, મલાઇકા અરોરા વ્હાઇટ ટોપ અને બ્લુ ડેનિમમાં જોવા મળી હતી. અર્જુન કપૂર ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.

મલાઇકા અને અર્જુન રાત્રે Mizu Restaurant પહોંચ્યા હતા. જયાં આ  લવ બર્ડ્સની ખૂબ જ સુંદર તસવીરો કેમેરામાં કેદ થઇ હતી. આ દરમિયાન મલાઇકા સ્ટાઇલિશ અવતારમાં સ્પોટ થઇ હતી. બંનેએ કોરોનાને ધ્યાને લઇ સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. જણાવી દઇએ કે, મીડિયા રીપોર્ટ્સ અનુસાર મલાઇકા અને અર્જુન 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અરબાઝ ખાનને તલાક આપ્યા બાદ તેમના રિલેશનની ખબરો મીડિયા પર છવાઇ હતી.

પહેલા જયાં આ  કપલ તેમના સંબંધને છૂપાવતા જોવા મળ્યા હતા, ત્યાં છેલ્લા કેટલાક સમયથી તેઓ ખુલ્લેઆમ પ્રેમનો ઇઝહાર કરતા જોવા મળી રહ્યા છે. મલાઇકા અને અર્જુન આ દિવસોમાં એકસાથે સમય વીતાવી રહ્યા છે. બંને એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણીવાર શેર પણ કરે છે.

ઘણીવાર BFF સાથે પાર્ટી કરનાર મલાઇકા અરોરા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે મુંબઇના રસ્તા પર હાથોમાં હાથ નાખી જતી જોવા મળી હતી. બંનેનો સંબંધ હવે જગ જાહેરથઇ ચૂક્યો છે.અર્જુન અને મલાઇકા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે અને તે બંને એકબીજાના પરિવાર સાથે સમય વીતાવતા પણ અનેકવાર જોવા મળે છે. બંનેનો સંબંધ કોઇનાથી છૂપેલો નથી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લગભગ 4-5 વર્ષથી રિલેશનમાં છે. વર્ષ 2017માં સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે તલાક બાદ મલાઇકા અને અર્જુન સાથે છે. જો કે, આ પહેલા પણ તેમના અફેરને લઇને ઘણી વાતો થઇ છે. પરંતુ આ પર તેમણે કયારેય ખુલીને કંઇ જ કહ્યુ નથી.

Image source

મલાઇકા અને અર્જુનની ઉંમરમાં ઘણુ અંતર છે. મલાઇકા જયાં 47 વર્ષની છે, ત્યાં અર્જુન 36 વર્ષના છે. બંને વચ્ચે 11 વર્ષનું અંતર છે, પરંતુ આ વાતનો કયારેય તેમના પ્રેમ પર ફરક પડ્યો નથી. બંનેની એકબીજાને લઇને મેચ્યોરિટી સ્પષ્ટ દેખાય છે.

Shah Jina