વરસાદી વાતાવરણમાં શોર્ટ્સ પહેરીને નીકળી પડ્યા મલાઇકા, ફેન્સ બોલ્યા નસીબદાર છે ડોગ
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.
મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકાને પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી હતી. તે તેના ડોગ કેસ્પર સાથે જોવા મળી હતી. આ દરમિયાન મલાઇકા સ્પોર્ટ્સ બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. મલાઇકાએ મોર્નિંગ વોક માટે જે આઉટફિટ પસંદ કર્યો હતો તે લાઇટ કલર્સમાં હતો. સાથે જ તેણે ગ્રે અને નિયોન કલરનુ જેકેટ કેરી કર્યુ હતુ.
હસીનાએ ગ્રે કલરની સ્પોર્ટ્સ બ્રાલેટ સાથે મેચિંગ હાઇ વેસ્ટ શોર્ટ્સને કેરી કર્યા હતા. જેમાં વેસ્ટલાઇન પર મોટુ ઇલાસ્ટિક બેંડ આપવામાં આવ્યુ હતુ. વરસાદની મોસમમાં મલાઇકાએ નોર્મલની જગ્યાએ રંગબેરંગી છત્રી લીધી હતી. મલાઇકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ તસવીરોને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.
મલાઇકાએ તેના વાળને બન સ્ટાઇલમાં બાંધ્યા હતા અને પગમાં સ્લાઇડર્સ કેરી કર્યા હતા. આ દરમિયાન તે મેકઅપ ફ્રી લુકમાં જોવા મળી હતી અને કોરોનાને ધ્યાને રાખી અદાકારાએ સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકા ફિલ્મોમાં ભલે હાલ સક્રિય નથી પરંતુ તે ટીવી શોમાં જજની ખુરશી પર બેઠેલી જોવા મળે છે. તે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ, ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર જેવા રિયાલીટી શોની જજ રહી ચૂકી છે અને તે એમટીવી રિયાલીટી શોમાં પણ હાલ જજની ખુરશી પર જોવા મળી રહી છે, જેમાં તેની સાથે અનુષા અને મિલિંદ પણ જોવા મળી રહ્યા છે.