મનોરંજન

પીચ ગાઉનમાં છવાઈ ગઈ મલાઈકા અરોરા, કરાવ્યું ગ્લેમરસ ફોટો શૂટ- 45 વર્ષની ઉંમરે યુવાન અભિનેત્રીઓને પાડી દીધી પાછળ, જુઓ તસ્વીરો

મલાઈકા અરોરા હાલમાં કોઈને કોઈ કારણે ચર્ચાઓમાં જ રહે છે, ત્યારે તાજેતરમાં જ મલાઈકા મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી છે. ત્યાંની શાનદાર તસ્વીરો મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

I see you 👀……. #melbourne #happysunday

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલથી પહેલા મલાઈકાનો રેડ લૂક સામે આવ્યો હતો, એ પછી બીજા દિવસે મલાઈકા પીચ કલરના ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી છે. મલાઈકાએ પોતાનાઈ આ તસ્વીરો શેર કરતા લખ્યું છે કે હેરાલ્ડ સન ન્યુઝ પેપર સાથે મેલબોર્નના ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ માટે શૂટ કરાવવાનું ખૂબ જ શાનદાર રહ્યું. આટલા સુંદર ડ્રેસ માટે ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર જેસન ગ્રેચનો આભાર.

મલાઈકા રફલ પીચ ગાઉનમાં એક પરી જેવી જ લાગે છે. આ લૂકને પૂરો કરવા માટે મલાઈકાએ સબ્ટલ મેકઅપ સાથે લાલ લિપસ્ટિક લગાવી છે જેના કારણે તેની સુંદરતા ઓર વધી ગઈ છે. તેની આ તસ્વીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લખો લોકો તેમની આ તસ્વીરો જોઈ ચુક્યા છે.

જણાવી દઈએ કે મલાઈકા છેલ્લા 2 મહિનાથી ટ્રાવેલ કરી રહી છે, અને હાલમાં તે મેલબોર્નમાં છે. તે પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે 10મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બીજા પણ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ મલાઈકા અને અર્જુને લગ્નની અટકળો પર વાત કરતા કહ્યું હતું કે બંને એ હજુ સુધી લગ્ન કરવા વિશે વિચાર્યું નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks