જીવનશૈલી

સમયની સાથે કંઈક આવી રીતે બદલાતી ગઈ મલાઈકા અરોરા, 45 ની ઉંમરમાં પણ છે એકદમ ફિટ….

બોલીવુડની સૌથી વધારે ફિટ અને ફેશનેબલ અભિનેત્રીની વાત કરીયે તો સૌથી પહેલું નામ મલાઈકા અરોરાનું જ આવે છે. ફિલ્મોથી પણ દૂર રહીને પણ કેવી રીતે ચર્ચામાં બની રહેવું તે તેને ખુબ સારી રીતે આવડે છે.ફિટનેસને લઈને જે તેનું જૂનુંન અને જુસ્સો છે તે માત્ર સામાન્ય યુવતીઓને જ નહિ પણ ઇન્ડસ્ટ્રીમાં પણ અન્ય અભિનેત્રીઓને પ્રેરિત કરે છે.45 ની ઉંમરમાં તે માત્ર ફિટનેસ આઇકોન જ નથી પણ ફેશનથી પણ સમયે-સમયે દરેકને ચોંકાવતી રહે છે. તેના ફિટ બોડી અને ફિગરના દરેક કોઈ દીવાના છે.

Image Source

મલાઈકા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાના સોશિયલ એકાઉન્ટ પર પોતાના વર્કઆઉટ અને જિમની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.આજે ભલે મલાઈકા ફિલ્મોથી દૂર થઇ ગઈ હોય પણ તેના માટે વ્યાયામ એક એવી વસ્તુ છે જેનાથી તે ક્યારેય પણ દૂર ન રહી શકે.

Image Source

મલાઈકા અરોરા એક ટ્રેન્ડ ડાન્સર છે. ચાર વર્ષની ઉંમરથી જ તે ડાન્સ શીખવા લાગી હતી. પોતાના શરૂઆતના સમયમાં જ ‘ગુડ નાલ ઇશ્ક મીઠા’ અને ‘છૈયાં છૈયાં’ આ બંને ગીત પર ડાન્સથી પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી હતી. અરબાઝ ખાન અને મલાઈકાની મુલાકાત વર્ષ 1993 માં એક જાહેરાતની શૂટિંગના દરમિયાન થઇ હતી.આ શૂટિંગ પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને 5 વર્ષ પછી ડેટ કર્યા પછી 12 ડિસેમ્બર 1998 ના રોજ બંને એ ક્રિશ્ચિયન અને મુસ્લિમ રિવાજોથી લગ્ન કર્યા હતા, જો કે લગ્નના 19 વર્ષ પછી વર્ષ 2017 માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

Image Source

જાહેરાતો, ડાન્સ અને અમુક ફિલ્મોમાં નાનો રોલ કર્યા પછી મલાઈકાને વર્ષ 2000 માં ફિલ્મ ઇએમઆઇ માં મોટો રોલ મળી ગયો.હાલ મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા પોતાની ફિટનેસને લઈને ખુબ જ સજાગ રહે છે તે સ્ટ્રિક્ટ ડાઈટ પ્લાનની સાથે સાથે રેગ્યુલર જિમ પણ જાય છે. એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ અર્જુન કપૂર સાથેના સંબંધના સવાલ પર કહ્યું હતું કે,”મેં મારા જીવનમાં એક જ વ્યક્તિને ડેટ કરી છે, અને તેની સાથે જ લગ્ન કર્યા. જો કે હાલ અર્જુન-મલાઈકા ઘણા મૌકાઓ પર એકસાથે દેખાતા રહે છે.

Image Source

45 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા એકદમ યુવાન દેખાય છે. હાલમાં જ તેમણે એક યોગા સેન્ટર પણ ખોલ્યું છે જે મુંબઈમાં જ આવેલું છે. ત્યાં માત્ર યોગ જ નહીં પણ વ્યાયામ પણ સિખડાવવામાં આવે છે જેથી લોકો સ્વસ્થ અને હેલ્દી જીવન જીવી શકે. મલાઈકા જેટલી ચહેરાથી યુવાન દેખાય છે, અંદરથી એટલી જ મજબૂત પણ છે. મલાઈકા રેગ્યુલર વ્યાયામ અને યોગા ની સાથે-સાથે પોતાની ખાણી-પીણીનું પણ પૂરું ધ્યાન રાખે છે.

Image Source

મલાઈકા આઉટડોર સ્પોર્ટ્સ રમીને પોતાને ફિટ રાખવાનું પણ વધારે પસંદ કરે છે.સવારે જોગિંગ,સાઈકલિંગ અને સ્વિમિંગ કર્યા પછી એક બાઉલ ફ્રેશ ફ્રૂટ્સ નાશ્તામાં લેવાનું પસંદ કરે છે. તેના પછી તે સ્મૂદી લે છે જેનાથી તે ખુબ જ એર્જેટીક અનુભવ કરે છે. અમુક સમય પછી તે બદામ મિલ્ક, મધ અને ઓટ્સ પણ લે છે. મલાઈકાને ઇટાલિયન ફુડ્સ ખુબ જ પસંદ છે, જેમાં તે વ્હાઇટ પાસ્તા ખાવાનું વધારે પસંદ કરે છે. શરીરમાં આયરની ખામી ના આવે તેના માટે તે ડીટોક્સ જ્યૂસનું પણ સેવન કરે છે.

જણાવી દઈએ કે મલાઈકા અરોરા અભિનેત્રી સારા અલી ખાનની ફિટનેસ ટ્રેનર પણ બનતી જોવામાં આવી રહી છે, તે બંનેની જીમમાં કસરત કરી રહેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી. સારા અલી ખાન જેવી ફેશનેબલ અભિનેત્રીએ મલાઈકા અરોરાને પોતાની ફિટનેસ ગુરુ બનાવી છે.

Image Source

હાલ તો મલાઈક બોની કપૂરના દીકરા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે.