મનોરંજન

મલાઇકાની લવ લાઇફની એ તસવીરો જેને જોઇને તેના પૂર્વ પતિ અરબાઝથી લઇને અર્જુન કપૂર સુધી મચી ગઇ સનસની

મલાઈકા અરોરાની આ સિક્રેટ તસવીરો જોઈને હોંશ ઉડશે..જુઓ

મલાઇકા અરોરા એ બોલિવુડ સેલેબ્સમાંની એક છે જે તેની પર્સનલ લાઇફ અને તેની લવ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. મલાઇકાએ ઘણા વર્ષો પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નના ઘણા વર્ષો બાદ તેઓ અલગ થઇ ગયા.

મલાઇકા હાલ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અર્જુન કપૂર મલાઇકાથી 12 વર્ષ નાનો છે. મલાઇકા અને અર્જુને કયારેય પણ તેમના સંબંધ વિશે ખુલીને વાત કરી નથી પરંતુ તેઓ ઘણીવાર એકસાથે જોવા મળે છે.

એટલું જ નહિ મલાઇકા અને અર્જુને સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેઓ કેટલીક તસવીરોમાં તો કિસ કરતા પણ જોવા મળ્યા છે.

તમને જણાવી દઇએ કે, મલાઇકા અને અરબાઝ તેમની પહેલી જ નજરમાં એકબીજાને દિલ આપી બેઠા હતા. અરબાઝ અને મલાઇકાની પ્રેમ વાર્તા કોઇ ફિલ્મની વાર્તાથી ઓછી નથી.

વર્ષ 1993માં જયારે મલાઇકા એક જાણિતી મોડલ હતી. તેને અને અરબાઝને એક કોફીની જાહેરાત માટે બોલાવવામાં આવ્યા હતા જે ઘણી બોલ્ડ હતી. આ પહેલી વાર હતુ કે તેઓ એકબીજાની સામે આવ્યા હતા. તેમને પહેલી નજરમાં જોતા જ એવુ લાગ્યુ કે, તેઓ એકબીજા માટે જ બન્યા છે.

મલાઇકાએ એક ઇન્ટરવ્યુમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેણે અરબાઝને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. તેણે કહ્યુ હતુ કે, અમને બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. અમે બંને એકબીજાના દીવાના થઇ ગયા હતા. પરંતુ લગ્ન માટે મેં અરબાઝને પ્રપોઝ કર્યુ હતું. અરબાઝે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ન હતું.

તેમણે વર્ષ 1998માં લગ્ન કરી લીધા હતા અને તેઓ લગ્નના લગભગ 18 વર્ષ બાદ વર્ષ 2017માં અલગ થયા હતા. તેઓને એક દીકરો પણ છે. વર્ષ 2009માં એક સ્ટેજ પર્ફોમન્સ બાદ અરબાઝ અને મલાઇકા કેમેરાની સામે કિસ કરતા પણ જોવા મળ્યા હતા.