આઇટમ સોન્ગ સાથે મલાઇકા અરોરાએ કરી પડદા પર વાપસી, ‘આપ જેસા કોઇ’ ગીત પર ઝૂમી ઉઠશો તમે

જીનત અમાનના ફેમસ ગીત પર મલાઇકા અરોરાએ ગજબનો ડાંસ કરતી વખતે ન પહેરવાનું પહેરી લીધું, બોલ્ડ ફિગર જોઈને મનમાં લડ્ડુ ફૂટી જશે ….

બોલિવુડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાની આવનારી ફિલ્મ અન એક્શન હિરો આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. આ ફિલ્મથી અભિનેત્રી મલાઇકા અરોરા લાંબા સમય બાદ કોઇ આઇટમ સોન્ગથી ધમાલ મચાવતી જોવા મળશે. શનિવારના રોજ મલાઇકા અરોરાનું લેટેસ્ટ ગીત ‘આપ જેસા કોઇ મેરી ઝિંદગી મેં આયે’ રીલિઝ થયુ છે. મલાઇકાનું આ ગીત દિગ્ગજ અભિનેત્રી જીનત અમાનના આઇકોનિક ગીતની રીમેક છે.

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ અન એક્શન હિરોના ગીત આપ જેસા કોઇથી મલાઇકા અરોરા વાપસી કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં મલાઇકાના આઇટમ નંબરની કમી ખલી છે. આપ જેસા કોઇ ગીતમાં મલાઇકા અરોરા તેના લટકા ઝટકાથી ચાહકોનું દિલ જીતી રહી છે. મલાઇકાનું આ નવુ ગીત અભિનેત્રી જીનત અમાનની ફિલ્મ કુર્બાનીના આપ જેસા કોઇ ગીતની રિમેક છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraxsparkle)

મલાઇકા અરોરા આ ગીતમાં આયુષ્માન ખુરાના સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહિ મલાઇકા અરોરાની ગ્લેમરસ અદાઓનો જાદુ પણ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, આ પહેલા મલાઇકા અરોરા મુન્ની બદનામ, હોઠ રસીલે અને અનારકલી ડિસ્કો ચલી જેવા કેટલાક આઇટમ નંબર્સમાં પોતાના ડાંલનો જલવો વિખેરી ચૂકી છે. છૈયા છૈયાથી લઇને અનેક આઇટમ નંબર્સમાં ધૂમ મચાવનાર મલાઇકા ચાર વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરી છે.

 

View this post on Instagram

 

A post shared by Indian_Celebrities_ (@bindu_junnu__)

‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે’ ગીત પર મલાઈકા અરોરાના મૂવ્સ અદભૂત છે. મલાઈકા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. તનિષ્ક બાગચીએ આ ગીતને રિક્રિએટ કર્યું છે. અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અન એક્શન હીરો’ ફુલ ઓન એક્શન પેકેજ છે. આ ફિલ્મમાં આયુષ્માન ઉપરાંત એક્ટર જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં છે.

મલાઈકા અરોરા ઉપરાંત પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી પણ ‘એન એક્શન હીરો’માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ આવતા મહિને 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ વર્ષની શરૂઆતમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડોક્ટર જી અને અન્ય ઘણી ફ્લોપ સાબિત થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by M Mohan (@madz2shine)

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની બોલ્ડનેસ અને ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મલાઈકા અરોરા આ દરમિયાન બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે, જે થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. મલાઈકાની તસવીરો જોતાની સાથે જ તેના બોલ્ડ સ્ટાઈલની દરેક ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાનનો મલાઈકાનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Shah Jina