ભારતના સંસ્કારી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી ફિટ ફિગરની માલકિન મલાઇકા, સાદગી ભરેલી તસવીરોએ જીત્યુ ચાહકોનું દિલ

ટૂંકા ટૂંકા શોર્ટ્સ છોડી દેશી અવતારમાં જોવા મળી મલાઇકા અરોરા, બધી તસવીરોમાં સ્ટાઇલ અને સાદગીએ જીત્યુ દિલ

સામાન્ય રીતે વેસ્ટર્ન આઉટફિટમાં અને શોર્ટ્સમાં જોવા મળતી મલાઇકા અરોરા પર આ દિવસોમાં ઇન્ડિયન આઉટફિટનો ખુમાર ચઢેલો છે. ત્યારે તો તેને છેલ્લા કેટલાક સમયથી ટ્રેડિશનલ લુકમાં સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા અરોરાને હાલમાં જ સફેદ સૂટમાં ખૂબસુરત અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. વ્હાઇટ સૂટ, નેટનો દુપટ્ટો અને વાળને લહેરાવતી મલાઇકા ઘરેથી નીકળી તો પેપરાજી તેને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા.

મલાઇકાએ પણ તેમને નિરાશ ન કર્યા અને પેપરાજીને ખુલીને તેણે પોઝ આપ્યા અને સ્ટાઇલ ફ્લોન્ટ કરી. મલાઇકા આ રીતના ટ્રેડિશનલ આઉટફિટમાં ઓછી નજર આવે છે. પરંતુ જયારે પણ નજર આવે ત્યારે ખબરોમાં છવાઇ જાય છે અને આ વખતે પણ કંઇક આવું જ થયુ. ચાહકોને મલાઇકાનો આ અંદાજ ઘણો પસંદ આવ્યો.

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જેની બધી અદા નિરાલી છે. જયારે તે તેના જીમ આઉટફિટ્સમાં બહાર નીકળે છે તો તેનો બોલ્ડ અવતાર જોવાલાયક હોય છે. ફિટ ફિગરની માલકિન મલાઇકા ફેશન માટે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યાં જ અદાકારા ઇન્ડિયન ટ્રેડિશનલ અવતારમાં કયાંક પહોંચે છે તો તે લાઇમલાઇટમાં સૌથી આગળ રહે છે. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.

મલાઇકાએ વ્હાઇટ રંગનો કુર્તા સેટ પહેર્યો હતો અને આ સાથે જ તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. તે આ દરમિયાન નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી. મલાઇકાના આ દિલકશ અંદાજના તો ચાહકો દીવાના થઇ રહ્યા  છે. અદાકારાએ જે કુર્તો પહેર્યો હતો, તેનો બેસ એકદમ પ્લેન રાખવામા આવ્યો હતો અને તેના પર મેચિંગ થ્રેડથી ફ્લોરેલ મોટિક્સની એમ્બ્રોડરી કરવામાં આવી હતી. કુર્તાની હેમલાઇન પર ફ્રિંજેસ પણ જોડવામાં આવ્યા હતા. રાઉન્ડ નેકલાઇન સાથે V કટ ડિઝાઇન આપવામાં આવી હતી અને થ્રી ફોર્થ સ્લીવ્સને લૂઝ પેટર્નમાં રાખવામાં આવી હતી.

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

Image source

મલાઇકા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જેની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.

Shah Jina