હવે તો સાવ ઉગાડી થઈને દેખાવા લાગી છે મલાઈકા – ફાટેલી જીન્સ અને આ શું પહેર્યું? જુઓ 10 PHOTOS
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે.

મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

મલાઇકા અરોરા કંઇક અલગ જ અંદાજમાં બાંદ્રામાં નજર આવી હતી. ઘણીવાર જીમ લુકમાં નજરે પડતી મલાઇકા આ વખતે અલગ લુકમાં સ્પોટ થઇ હતી. મલાઇકાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ સમયે મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મલાઇકા તસવીરમાં બ્લુ રિપ્ડ જીન્સ અને ક્રોપ ટોપમાં જેવા મળી રહી છે. આ તસવીરમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. મલાઇકાએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, માસ્ક અપ, રિપ્ડ જીન્સ, ક્રોપ ટોપ…મારો થોડો સોમવારનો મૂડ. આ જ લુકમાં તેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. મલાઇકા બોલિવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જે ફિટનેસ બાબતે બધાને માત આપે છે.

મલાઇકાની આ તસવીર પર ચાહકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકબાજુ જયાં ઘણા લોકો મલાઇકાના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કેટલાક તેની આ તસવીર પર ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, ફેશનના નામે તો કંઇ પણ પહેરી લે છે. ત્યારે એક અન્ય યુઝરે લખ્યુ કે, ભિખારી પણ સારા કપડા પહેરે છે.

મલાઇકા ટીવી શો “નચ બલિયે” “નચ બલિયે 2” “ઝરા નચ કે દિખા” “ઇંડિયાઝ બેસ્ટ ડાંસર” જેવા કેટલાક શોની જજ રહી ચૂકી છે.

મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા વર્ષ 2016માં અરબાઝ ખાન સાથે અલગ થયા બાદ તેના રિલેશનશિપને લઇને વધુ ચર્ચામાં રહે છે. તે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરને ઘણા સમયથી ડેટ કરી રહી છે.
View this post on Instagram