બોલીવુડની બોલ્ડ હસીનાઓ આટલા ટાઈટ ટોપ પહેરીને નીકળી પડી…જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મલાઇકા તેના લુકને કારણે અને તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. મલાઇકા ફિટનેસ ફ્રીક છે અને તેને અવાર નવાર જીમ, યોગા ક્લાસ અને મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવે છે.

મલાઇકાને હાલમાં જ ફરી એકવાર મોર્નિંગ વોક પર તેના ડોગી સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અદાકારા એક્ટિવ વેરમાં નજર આવી. આ વખતે અદાકારા અલગ લુકમાં સ્પોટ થઇ હતી.
મલાઇકાએ હાઇ વેસ્ટ વ્હાઇટ શોર્ટ્સ પહેર્યા હતા, જેમાં તેની ફિટિંગ માટે વેસ્ટ પર બ્રોડ ઇલાસ્ટિક આપવામાં આવ્યુ હતુ. મલાઇકાએ શોર્ટ્સ સાથે બ્લેક કલરનું ક્રોપ ટોપ પહેર્યુ હતુ. તેમાં રાઉન્ડ નેકલાઇન અને ફુલ સ્લીવ્સ હતી.

મલાઇકા આ લુકમાં તેના ટોન્ડ એબ ફ્લોન્ટ કરી રહી હતી અને શોર્ટ્સમાં તેના ફિટ લેગ્સ જોવાતા હતા. આ દરમિયાન મલાઇકા સાથે અભિનેત્રી અને સિંગર સોફી ચૌધરીને પણ સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે મલાઇકા સાથે વાત કરતી જોવા મળી હતી.

મલાઇકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને યોગ વીડિયો શેર કરતી રહે છે.

મલાઇકા બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઇને પણ લાઇમલાઇટમાં રહે છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. તે બંને એકબીજાના પરિવાર સાથે સમય વીતાવતા પણ જોવા મળે છે.
બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસ અને તેના કોન્ફિડન્સ માટે જાણીતી છે. ઘણી વાર મુંબઇના રસ્તા પર તે વોક કરતી જોવા મળતી હોય છે. મલાઇકા અરોરા ઘણા દિવસો જિમની આસપાસ અથવા તો તેના મિત્રો સાથે ડિનર માટે બહાર જતી સ્પોટ થતી હોય છે. તેની આસપાસ ઘણા તેના ફોલોઅર્સ પણ જોવા મળતા હોય છે.
મલાઇકા સલૂન બાદ મુંબઇના બાંદ્રામાં સ્પોટ થઇ હતી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમના વાળ આ દરમિયાન લહેરાતા હતા અને તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની કેન્ડિડ તસવીરોમાં પણ તે ખૂબસુરત લાગી રહી હતી
ફેશન અને ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા હંમેશા તેના આકર્ષક લુકના કારણે ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ મલાઈકાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી છે.
તો તેની સાથે અભિનેત્રી અનન્યા પાંડેએ પણ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં બંનેનો એક જ અંદાજ જોવા મળી રહ્યો છે, જેના કારણે ચાહકો પણ કન્ફ્યુઝ છે. બોલિવૂડની મુન્ની અને જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના ડાન્સથી અને તેના અંદાજથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી.
આજકાલ મલાઈકા અરોરા ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકેની ભૂમિકા નિભાવી રહી છે. કોરોનાને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને લીધે સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કિરદારો પણ પોત પોતાના ઘરોમાં કૈદ થઈને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા. આ વચ્ચે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધ વિશેની ઘણી બાબતો સામે આવી હતી.

પહેલા તો બંને પોતાના રિલેશનશીપને છુપાવીને રાખતા હતા પણ હવે ધીમે ધીમે બંન્ને દિલ ખોલીને સામે આવી રહ્યા છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે અને વેકેશન પર પણ સાથે જ જાય છે. જો કે બંન્ને ક્યારે લગ્ન કરશે તેઓ ખુલાસો કર્યો નથી.