મનોરંજન

શોર્ટ્સ પહેરીને ડોગી સાથે વોક કરવા નીકળી મલાઈકા અરોરા, વાયરલ થઇ તસવીરો

નીચી નજર અને શોટ્સ પહેરીને નીકળી મલાઈકા અરોરા, તો લોકો પલ્ટી પલટીને જોઈ રહ્યા છે

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

મલાઈકા અરોરા ફરી એક વખત પોતાના કૂતરા સાથે ચાલવા માટે બહાર ગઈ હતી. આ દરમ્યાન અભિનેત્રી તેના બોલ્ડ ટોપ્સમાંથી નીકળીને અને ડિસેન્ટ કટના સ્લિપવેરમાં નજર આવી હતી. જોકે આ કપડાંમાં પણ આ હસીનાની સુંદરતા છુપાયેલી નહોતી. વરસાદની સીઝન છે એટલે અભિનેત્રી એક છત્રી પણ લઈને નીકળી હતી.

હસીના તેના ટોન્ડ પગને શોર્ટ્સ પહેરીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે તેને યોગ કર્યા પછી અને કેટલાયે વર્કઆઉટ કર્યા બાદ મળ્યા છે. મલાઈકાએ પોતાના માટે કો-ઓર્ડ સેટ પસંદ કર્યો હતો, જે શુદ્ધ કપાસથી બનેલો નજર આવી રહ્યો હતો. તેના કપડાથી લઈને ફિટિંગ સુધી હસીનાને રિલેક્સ અનુભવવા માટે પૂરતું હતું.

મલાઈકા અરોરાના શોટ્સ અને તેની સાથે ઓવર સાઈઝ શર્ટ પર વાદળી અને સફેદ કોમ્બીનેશનની સ્ટ્રાઈપ પેટર્ન જોઈ શકાય છે. દર વખતે શૂઝમાં નજર આવવા વાળી મલાઈકાએ આ વખતે તેના વોક માટે નોર્મલ લાલ કલરના ચપ્પલ પહેર્યા હતા. હસીનાએ તેના રેશમી વાળને લો બ્રેડ પોનીમાં બાંધેલા હતા. મલાઇકા અરોરા આ પ્રકારની હેરસ્ટાઇલમાં ભાગ્યે જ જોવા મળે છે.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.