ફાટેલા જોગર્સ અને સ્લીવલેસ ટોપમાં કર્વી ફિગરની માલકીન મલાઇકા અરોરાએ બતાવ્યો સ્ટાઇલિશ અંદાજ, જુઓ તસવીરો

ફાટેલો પાયજામો, ઢીલુ ટોપ અને કર્વી ફિગર, ઘરની બહાર ફરવા નીકળેલી મલાઇકા અરોરાએ ફરી બતાવ્યો સ્ટાઇલિશ અંદાજ

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા તેના સ્ટાઇલિશ અંદાજ અને જીમ લુક માટે જાણીતી છે. તેને લગભગ દરરોજ જીમ, યોગા ક્લાસ બહાર અથવા તો મોર્નિંગ વોક પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા પેપરાજીની ફેવરેટ અભિનેત્રીઓમાંની એક છે. જયારે પણ મલાઇકા ઘરની બહાર નીકળે ત્યારે પેપરાજી તેને કેમેરામાં કેદ કરવા માટે આતુર રહેતા હોય છે. મલાઇકા બોલિવુડની ફિટનેસ ફ્રીક છે, તે 47 વર્ષની ઉંમરે પણ ફિટનેસની બાબતે યંગ અભિનેત્રીઓને માત આપે છે.

આપણે શબ્દોમાં વર્ણવવાની જરૂર પણ નહીં પડે કે મલાઈકા અરોરા જ્યાં પણ સ્પોટ છે, તેનો લુક હંમેશા સ્ટાઇલિશ અને કિલર હોય છે. આ વાતને ફરી એકવાર અભિનેત્રી મોર્નિંગ વોક દરમિયાન સાબિત કરતી જોવા મળી હતી. કર્વી ફેગરની માલકિન આ હસીનાએ પેસ્ટલ કલરના કોમ્બિનેશને પસંદ કરતા પોતાને એવી રીતે સ્ટાઇલ કરી હતી કે જેને જોઇ એકવાર ફરીથી સ્ટાઇલ ગોલ્સ મળ્યા હતા.

આ વખતે મલાઈકા તેના ડોગને વોક માટે લઇને નીકળી હતી, તેણે ખૂબ જ આરામદાયક કપડાં પહેર્યા હતા. અભિનેત્રીએ પોતાના માટે જોગર્સ અને ટોપ પસંદ કર્યું હતુ. તમે આજ સુધી ફાટેલી જીન્સ જોઈ હશે, પરંતુ મલાઈકા આ વખતે ફાટેલા જોગર્સમાં જોવા મળી હતી, આ દરમિયાન તે એકદમ સ્ટાઇલિશ દેખાતી હતી.

મલાઇકા અરોરાએ આ લોઅર સાથે ગ્રેઇશ બ્લુ કલરનુ સ્લીવલેસ ટોપ પહેર્યુ હતુ. જેમાં ફ્રન્ટમાં લો-કટ યુ નેકલાઇન આપવામાં આવી હતી. મોટે ભાગે સ્લિપ-ઓન અને શૂઝમાં જોવા મળતી અભિનેત્રી આ વખતે તેના કેઝ્યુઅલ એથલીઝર લુક સાથે ચંપલ પહેરેલી જોવા મળી હતી.

Image source

મલાઇકાએ તેના વાળને બનમાં સ્ટાઇલ કર્યા હતા. આ દરમિયાન, મલાઈકા તેના ચહેરા પર માસ્ક લગાવવાનું ભૂલી નહોતી અને તેણે પેપારાજીથી પણ અંતર રાખ્યું હતું. તમે તમારા બ્રેકફાસ્ટ લુક માટે મલાઈકાનો આ લુક ટ્રાય કરી શકો છો. તે તમને આરામદાયક રાખવાની સાથે સાથે સ્ટાઇલિશ લુક પણ આપશે.

ઉલ્લેખનીય છે કે, મલાઇકા અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તે કયારેક તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે તો કયારેક અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અને અર્જુન ઘણા સમથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર પબ્લિકલી એકસાથે સ્પોટ પણ થતા હોય છે, ઘણીવાર તેઓ લંચ ડેટ કે ડિનર ડેટ પર પણ એકસાથે જોવા મળતા હોય છે.

Shah Jina