આવી મદહોશ સ્પોર્ટ્સ બ્રા માં જોવા મળી ભાભી મલાઈકા, જુઓ તસ્વીરો
મલાઈકા અરોરા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ હવે જગ જાહેર છે. બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર પોતાના અફેરને લઈને ખુબ જ ચર્ચામાં છે.

મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે તસ્વીર શેર કરતી રહે છે. મલાઈકા ક્યારેક અર્જુન કપૂર સાથેના સંબંધને લઈને તો કયારેક તેના ફિટનેસ લુકને લઈને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામ સિવાય લુક્સ અને ફિટ બોડી માટે જાણીતી છે.

હાલમાં જ મલાઈકા અરોરાની તસ્વીર સામે આવી છે જેમાં તે યોગ ક્લાસમાંથી નીકળતી નજરે આવી રહી છે. બાંદ્રાના રસ્તાઓ પર નજરે આવી ચુકેલી મલાઈકા તેની આ તસ્વીરમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

મલાઈકા હાલમાં પિન્ક સ્પોર્ટ્સ બ્રા અને ટ્રેક અને ઉપર જેકેટ લુકમાં નજરે આવી હતી. તો કોરોનાની મહામારીને કારણે તેને ફેસ પર માસ્ક પણ લગાડ્યું હતું. આ તસ્વીરમાં મલાઈકાનું ફ્લેટ ટમી પણ જોઈ શકાય છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ મલાઈકા કોરોનાથી સંક્રમિત થઈ હતી. આ બાદ તે ઘણા દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહી હતી.

મલાઈકા થોડા દિવસ પહેલા તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર અને બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ધર્મશાળા વેકેશનનો આનંદ માણવા ગઈ હતી. આ દરમિયાન અર્જુન કપૂર, કરીના કપૂર ખાન, તૈમુર અલી ખાન અને સૈફ અલી ખાન હતા. સૈફ અને અર્જુન તેની આવનારી ફિલ્મ ‘ભૂત પોલીસ ‘નું શૂટિંગ કરી રહ્યા હતા.એક્ટ્રેસ ડાન્સ શો ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં નજરે આવી હતી.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મલાઇકા અને અર્જુનના અફેરના સમાચારો આવી રહ્યા છે, પરંતુ એક્ટ્રેસએ ગયા વર્ષે અર્જુન કપૂરના જન્મદિવસ પર તેના સંબંધોને જાહેર કર્યા હતા. અર્જુન અને મલાઈકા એક વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
