49 વર્ષની ઉંમરે મલાઇકા અરોરાએ ગોલ્ડન પેંટ-સૂટમાં બતાવી બોલ્ડનેસ, ફિટનેસ જોઇ બધા હેરાન

અરબાઝ ખાન પણ જોઈને અફસોસ કરશે, 49 વર્ષની મલાઈકાનું ફિગર થઇ રહ્યું છે એક નંબર, જુઓ

Malaika Arora In Golden Sequin Pantsuit : અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફેશન અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઇકાને લગભગ દરરોજ પેપરાજી દ્વારા જીમ કે યોગા ક્લાસ જતી સ્પોટ કરવામાં આવે છે. ઘણીવાર મલાઇકા કોઇ શુટને લઇને કે પછી કોઇ ઇવેન્ટ માટે પણ સ્પોટ થતી હોય છે.

ત્યારે હાલમાં મલાઈકા અરોરા ગ્લેમરસ લુકમાં જોવા મળી. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાના ગ્લેમરસ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઇ હતી. મલાઈકા અરોરાની આ તસવીરો ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા ગોલ્ડન ક્રોપ ટોપ સાથે પેન્ટ અને જેકેટમાં જોવા મળી રહી છે.

મલાઈકા અરોરાની આ દરમિયાનની સુંદર સ્માઇલ ચાહકોનું દિલ ચોરી રહી છે. મલાઈકા અરોરા આ લુકમાં ખુલ્લા વાળમાં જોવા મળી હતી. આ દરમિયાન તે તેનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મલાઇકાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મલાઈકા સિક્વિન પેન્ટ-સૂટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાના એબ્સ પણ ફ્લોન્ટ કર્યા હતા.

મલાઈકાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને મિનિમલ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો. તેણે હસીને પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. વીડિયો સામે આવતા જ ફેન્સ મલાઈકાના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તે ખૂબ જ ફિટ અને સુંદર છે’.

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘કોઈ કેવી રીતે તમારા વખાણ ન કરે, તમે એકદમ પરફેક્ટ છો’. જણાવી દઇએ કે, મલાઈકા અરોરા તેના OTT ડેબ્યૂ રિયાલિટી શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં જોવા મળી હતી. ચાહકોને પણ આ શો ઘણો પસંદ આવ્યો હતો. આ સિવાય હાલમાં જ થોડા સમય પહેલા તે ગુરુ રંધાવા સાથે ગીત ‘તેરા કી ખયાલ’માં જોવા મળી હતી.

તેના અંગત જીવનની વાત કરીએ તો તેણે અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેને એક દીકરો પણ છે. જો કે, બંનેના 2017માં છૂટાછેડા થઇ ગયા. હવે તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે 2019થી રિલેશનશિપમાં છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina