મલાઇકા સાથે ફોટો ક્લિક કરાવવા આવેલ દિવ્યાંગ ફેને એક્ટ્રેસની કમર પર રાખી દીધો હાથ..પણ મલાઇકાએ કર્યુ એવી રીતે હેન્ડલ કે લોકો કરી રહ્યા છે પ્રશંશા

જ્યારે દિવ્યાંગ છોકરાએ મલાઇકાની કમર પર રાખી દીધો હાથ અને ક્લિક કરાવ્યો ફોટો, ખુલ્લુ રહી ગયુ ગાર્ડનું મોં, તે પછી એક્ટ્રેસ…જુઓ વીડિયો

Malaika Arora Viral Video: બોલિવુડની જાણિતી એક્ટ્રેસ મલાઇકા અરોરા અવાર નવાર કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેની ફિટનેસને લઇને તો ક્યારેક સિઝલિંગ લુક્સને લઇને…કેટલીકવાર તો તે તેની વોક માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહે છે. 50 વર્ષની ઉંમરમાં પણ મલાઇકા અરોરા એવો હુસ્નનો જાદુ વિખેરે છે કે લોકો તેના દીવાના બની જાય છે. જેવો જ મલાઇકાનો વીડિયો કે તેની તસવીરો સામે આવે છે ઇન્ટરનેટ પર બવાલ મચી જાય છે.

મલાઇકા કરી રહી છે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11ને જજ

ઘણીવાર તો લોકો તેની બોલ્ડનેસ પર સવાલ પણ ઉઠાવતા જોવા મળે છે. જો કે, હાલમાં મલાઇકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક દિવ્યાંગ ફેન સાથે એવો વ્યવહાર કરે છે કે લોકો તેના દીવાના થઇ ગયા છે. આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં મલાઇકા અરોરાના નેચરે લોકોના દિલો પર પોતાનું ઘર બનાવી લીધુ છે. જણાવી દઇએ કે, આજકાલ મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11માં જજ તરીકે જોવા મળી રહી છે.

દિવ્યાંગ ફેને ફોટો ક્લિક કરાવવા મલાઇકાની કમર પર રાખી દીધો હાથ

હાલમાં જ શોના સેટ પરથી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેની ક્યૂટ સ્ટાઈલ જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે. આ વીડિયોમાં મલાઈકા અરોરા રેડ સાડીમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરા તેના સેટ માટે આગળ વધે છે કે એક દિવ્યાંગ ફેન તેની સાથે ફોટો ક્લિક કરાવા માંગે છે. આ પછી મલાઈકા અરોરા તેને પ્રેમથી બોલાવે છે અને તેની સાથે ફોટો ક્લિક કરાવે છે. આ સમયે તે ફેન મલાઇકાની કમર પર હાથ પણ રાખી દે છે. જો કે, મલાઇકા આના પર કોઇ વાંધો નથી ઉઠાવતી.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

મલાઈકા અરોરાનું આ હૃદય સ્પર્શી વર્તન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને તેના વખાણ કરવા લાગ્યા. જો કે, મલાઈકાના બોડીગાર્ડને આ ફેનની કમર પર હાથ રાખ્યાની હરકતની જાણ થતાં જ તેણે હાથ હટાવી લેવડાવ્યો. આ વીડિયો પર લોકો કમેન્ટ સેક્શનમાં મલાઇકાના ખૂબ વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું- આજ પછી કોઈ તેને ખરાબ નહીં કહે. બીજા એકે લખ્યું- તમે કોઈ રિએક્શન ના આપ્યું, બહુ સારું થયું મેમ. ત્યાં અન્ય એકે કહ્યુ- કેટલી Awsome છે યાર. જ્યારે એકે લખ્યું- આજે તેમના માટે મારો આદર વધી ગયો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina